સંસદનું ચોમાસું સત્ર: બીજા દિવસે લોકસભા અને રાજ્યસભામાં આ બીલ પર ચર્ચા
Live TV
-
સંસદ સત્રનો આજે બીજો દિવસ.. ત્યારે પ્રથમ દિવસે હોબાળા વચ્ચે રાજ્યસભામાં વહન પત્ર વિધેયક 2025 પસાર થયું છે.
સંસદના ચોમાસા સત્રનો આજે બીજો દિવસ છે. લોકસભામાં આજે કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલ ગોવા રાજ્યના વિધાનસભા વિસ્તારોમાં અનુસુચિત જનજાતિઓના પ્રતિનિધિત્વના પુનઃ ગઠન સંબંધિત વિધેયક રજૂ કરશે. સરકાર પ્રયાસ કરશે કે આ વિધેયક આજે જ પસાર કરવામાં આવે. જયારે રાજ્યસભામાં આજે કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનેવાલ સમુદ્ર માર્ગે માલવહન વિધેયક પર ચર્ચા અને પસાર કરવા રજૂ કરશે. તે ઉપરાંત બંને ગૃહોમાં અન્ય વિધેયક પર કામકાજ પણ હાથ ધરવામાં આવશે. પ્રશ્નકાળ દરમિયાન અનેક મહત્વના પ્રશ્નો પુછવામાં આવશે.
સંસદમાં ગતિરોધની શક્યતા
બીજા દિવસ માટે એવું માનવામાં આવી રહ્યું છે કે, આજે બિહારમાં ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી રહેલી મતદાર યાદી ચકાસણીના મુદ્દા પર સંસદના બંને ગૃહોમાં ગતિરોધ થઈ શકે છે, કારણ કે બિહારમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અને તેના લોકશાહી અધિકારો માટેના ખતરા અંગે ચર્ચા કરવા માટે કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે સ્થગિત પ્રસ્તાવ રજૂ કર્યો.
