સંસદનું બજેટ સત્ર: લોકસભામાં અધ્યક્ષને હટાવવાનો પ્રસ્તાવ અને રાજ્યસભામાં ગ્રામીણ વિકાસ પર ચર્ચા
Live TV
-
સંસદનું બજેટ સત્ર: લોકસભામાં અધ્યક્ષને હટાવવાનો પ્રસ્તાવ અને રાજ્યસભામાં ગ્રામીણ વિકાસ પર ચર્ચા
સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો શરૂ થઈ ચૂક્યો છે અને આજે બંને ગૃહોમાં ભારે ગરમાવો જોવા મળે તેવી શક્યતા છે. આજના કાર્યસૂચિમાં લોકસભા અધ્યક્ષ સામેનો સંકલ્પ અને નાણામંત્રી દ્વારા રજૂ કરવામાં આવનારી મહત્વની નાણાકીય વિગતો કેન્દ્રસ્થાને રહેશે.
લોકસભા: ઓમ બિરલા સામેનો પ્રસ્તાવ ફરી ચર્ચામાં
લોકસભામાં આજે સૌથી મહત્વની બાબત અધ્યક્ષ ઓમ બિરલાને પદ પરથી હટાવવા માટેનો સંકલ્પ રજૂ કરવાની અનુમતિ મેળવવાની છે. ઉલ્લેખનીય છે કે, આ કાર્ય ગત રોજ પણ સૂચિબદ્ધ હતું, પરંતુ વિરોધ પક્ષોના સતત હોબાળાને કારણે કાર્યવાહી થઈ શકી નહોતી. આજે સરકાર અને વિપક્ષ આ મુદ્દે સામસામે આવી શકે છે.
રાજ્યસભા: પર્યાવરણ અને ગ્રામીણ વિકાસ પર મંથન
રાજયસભામાં પર્યાવરણ, વન અને જળવાયું પરિવર્તન અંગે ગત રોજ થયેલી ચર્ચાનો જવાબ આપવામાં આવશે. તેમજ ગ્રામિણ વિકાસ મંત્રાલયના કામકાજની ચર્ચાની શરૂઆત થશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરશે વિવરણ
નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે બંને ગૃહોમાં વર્ષ 2025-26 માટેની 'અનુદાનની અનુપૂરક માંગણીઓ' (Supplementary Demands for Grants) ની બીજી બેન્ચનું વિવરણ રજૂ કરશે. આ વિવરણ સરકારના વધારાના ખર્ચ અને આગામી આર્થિક આયોજન માટે અત્યંત મહત્વનું માનવામાં આવે છે.
