સમગ્ર ઉત્તર ભારત ઠંડીમાં ઠુંઠવાયું
Live TV
-
હવામાન વિભાગે દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડિશામાં આગામી 3 દિવસ સુધી ગાઢ ધુમ્મસની ચેતવણી જાહેર કરી છે.તો, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તીસગઢ, હિમાલયના પ્રદેશો, જમ્મુ-કાશ્મીર અને ઉત્તરપૂર્વ ભારતમાં આગામી બે દિવસ સુધી ગાઢ ધુમ્મસની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે
જ્યારે, ઉત્તરપશ્ચિમ ભારતમાં આગામી 2 દિવસમાં લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટતાં ઠંડીનું જોર ઘટશે.આ દરમિયાન, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હવાની ગુણવત્તા નબળી રહી છે.. કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અનુસાર, આજે દિલ્હીનો હવા ગુણવત્તા સૂચકાંક 298 નોંધાયો છે..
