સરકારની છેલ્લા 3 મહિનામાં પીએમ જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન હેઠળ 7,000 કરોડ રૂ. થી વધુના પ્રોજેક્ટને મંજૂરી
Live TV
-
સરકારે છેલ્લા ત્રણ મહિનામાં પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન (PM-JANMAN) હેઠળ સાત હજાર કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આદિજાતિ બાબતોના મંત્રાલયે જણાવ્યું હતું કે, આશરે 24,000 કરોડ રૂપિયાના બજેટ સાથે પીએમ-જનમન નવ મંત્રાલયો દ્વારા અગિયાર મહત્વપૂર્ણ હસ્તક્ષેપ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેનો ઉદ્દેશ્ય સુરક્ષિત આવાસ, પીવાનું સ્વચ્છ પાણી, શિક્ષણ, આરોગ્ય અને પોષણ, વીજળી, માર્ગ અને ટેલિકોમ કનેક્ટિવિટી અને ટકાઉ આજીવિકાની તકો સહિતની મૂળભૂત સુવિધાઓ સાથે ખાસ કરીને નબળા આદિવાસી જૂથોની સામાજિક-આર્થિક પરિસ્થિતિમાં સુધારો કરવાનો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખાસ કરીને નબળા આદિવાસી જૂથોના સામાજિક-આર્થિક કલ્યાણ માટે ગયા વર્ષે નવેમ્બરમાં PM-જનમન મિશન શરૂ કર્યું હતું.