Skip to main content
Settings Settings for Dark

સરહદ પાર વેપાર થશે વધુ સરળ: ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં ‘લેન્ડ પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ’ કરશે લોન્ચ

Live TV

X
  • સરહદ પાર વેપાર થશે વધુ સરળ: ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં ‘લેન્ડ પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ’ કરશે લોન્ચ

    દેશની સરહદો પર સ્માર્ટ અને સુરક્ષિત બોર્ડર મેનેજમેન્ટને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર આજે એક મોટું પગલું ભરવા જઈ રહી છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં ડિજિટલ પ્લેટફોર્મ ‘લેન્ડ પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ’નું ઔપચારિક લોન્ચિંગ કરશે.

    આ આધુનિક સિસ્ટમનો મુખ્ય ઉદ્દેશ્ય ટેકનોલોજી આધારિત ઉકેલો દ્વારા ભારતની જમીની સરહદો પરથી થતા વેપાર અને મુસાફરોની અવરજવરને વધુ સરળ, પારદર્શક અને સુરક્ષિત બનાવવાનો છે.

    શું છે LPMS અને તેના મુખ્ય ફાયદા?

    લેન્ડ પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા વિકસાવવામાં આવેલી આ સિસ્ટમ દેશના તમામ લેન્ડ પોર્ટ્સને એક જ ડિજિટલ છત્ર હેઠળ લાવશે, જેથી જમીની બંદરો પણ એરપોર્ટ અને સી-પોર્ટ જેવા આધુનિક અને ડિજિટલ બની શકશે.

    માલસામાન અને મુસાફરોની પ્રક્રિયાઓ હવે સંપૂર્ણ ડિજિટલ થશે, જેમાં એડવાન્સ સ્લોટ બુકિંગ, ઓનલાઈન પેમેન્ટ, રિયલ-ટાઇમ ટ્રેકિંગ અને સિંગલ-વિન્ડો ક્લિયરન્સ જેવી સુવિધાઓ સામેલ છે. મેન્યુઅલ પ્રક્રિયાઓ નાબૂદ થવાથી સરહદો પર વાહનોના લાંબા વેઇટિંગ ટાઇમમાં ઘટાડો થશે અને પેપરવર્કની ઝંઝટમાંથી મુક્તિ મળશે. LPMS ને કસ્ટમ્સના ICEGATE, લોજિસ્ટિક્સ પ્લેટફોર્મ ULIP અને મોટર વ્હીકલ ઇકોસિસ્ટમ સાથે સંપૂર્ણ રીતે ઇન્ટિગ્રેટ કરવામાં આવ્યું છે, જેથી સરકારી એજન્સીઓ અને ખાનગી ઓપરેટરો વચ્ચે સેકન્ડોમાં માહિતીની આપ-લે થઈ શકશે.

    સરહદી ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરાશે

    આ લોન્ચિંગ દરમિયાન ગૃહમંત્રી માત્ર ડિજિટલ સિસ્ટમ જ નહીં, પરંતુ પૂર્વોત્તર રાજ્યો માટે મહત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું પણ ઉદ્ઘાટન કરશે. તેઓ મેઘાલયના ડાવકી લેન્ડ પોર્ટ અને ત્રિપુરાના શ્રીમંતપુર લેન્ડ પોર્ટ ખાતે નવનિર્મિત સ્ટેકહોલ્ડર એકોમોડેશન સુવિધાઓ દેશને સમર્પિત કરશે. આ સુવિધા સરહદ પર તૈનાત સુરક્ષાકર્મીઓ અને અન્ય હિતધારકોને વધુ સારી માળખાકીય સુવિધા પૂરી પાડશે.

    વેપારમાં અધધધ વધારો

    છેલ્લા એક દાયકામાં ભારતના લેન્ડ પોર્ટ્સ દ્વારા થતા વેપારમાં અભૂતપૂર્વ ઉછાળો આવ્યો છે. વર્ષ 2014-15માં લેન્ડ પોર્ટ્સ દ્વારા થતો વેપાર આશરે ₹5,000 કરોડ હતો, જે વર્ષ 2024-25 સુધીમાં વધીને ₹82,800 કરોડ પર પહોંચી ગયો છે. આ ગાળામાં કાર્ગો વાહનોની અવરજવર 1.1 લાખથી વધીને 6.69 લાખ અને મુસાફરોની સંખ્યા 1.7 લાખથી વધીને 25.8 લાખને પાર થઈ ગઈ છે.

    આ પહેલ ટેકનોલોજીના માધ્યમથી સ્માર્ટ બોર્ડર મેનેજમેન્ટ પ્રત્યે સરકારની મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે અને દેશના વર્ષ 2047 સુધીના 'વિકસિત ભારત' ના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મહત્વનું યોગદાન આપશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply