Skip to main content
Settings Settings for Dark

સર્વોચ્ચ અદાલતે ગુજરાત સહિત રાજ્યોમાં વધતા સંક્રમણને અટકાવવા લીધેલ પગલાં તૈયારીઓનો અહેવાલ સુપરત કરવા જણાવ્યું 

Live TV

X
  • સર્વોચ્ચ અદાલતે ગુજરાત સહિત દિલ્હી, મહારાષ્ટ્ર અને આસામની સરકારોને પોતાના રાજ્યોની કોવિડ-19 ની વર્તમાન સ્થિતિ તેમજ આવનારા મહિનાઓમાં વધતા સંક્રમણને અટકાવવા લીધેલા પગલાં અને આગોતરી તૈયારીઓ અંગેનો અહેવાલ અદાલતને સુપરત કરવા જણાવ્યું છે. ન્યાયમૂર્તિ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી ખંડપીઠે આ રાજ્યોમાં કોવિડ-19ની વણસતી જતી પરિસ્થિતિ અંગે ચિંતાવ્યક્ત કરી છે. અદાલતે જણાવ્યું હતું કે, ગુજરાત, દિલ્હી અને મહારાષ્ટ્રમાં નવેમ્બર માસમાં કોવિડ-19 ના કેસમાં વધારો થયો છે. ખંડપીઠ દ્વારા કોવિડ-19 મહામારી દરમિયાન અવ્યવસ્થા અને મૃતદેહોની અદલા બદલી જેવા મુદ્દે કરાયેલી સુઓમોટો અરજી પર સુનાવણી થઈ હતી. આ કેસમાં વધુ સુનાવણી શુક્રવારે યોજાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply