સાહિત્ય પરથી હવે સંસ્કૃતિ પર સંમેલનની લઇ જવાની શરૂઆત કરવામાં આવશે: વિદેશમંત્રી શુષ્મા સ્વરાજ
Live TV
-
11મું વિશ્વ હિન્દી સંમેલનની મોરેશિયસમાં શરૂઆત થઇ ચુકી છે. સંમેલનનું ઉદ્ધાટન મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદકુમાર જગન્નનાથે કરી હતી
11મું વિશ્વ હિન્દી સંમેલનની મોરેશિયસમાં શરૂઆત થઇ ચુકી છે. સંમેલનનું ઉદ્ધાટન મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદકુમાર જગન્નનાથે કરી હતી. વિદેશમંત્રી શુષ્મા સ્વરાજ સહિત ભારતના કેટલાક અન્ય મંત્રીઓ પણ આ સંમેલનમાં ભાગ લઇ રહ્યા છે. આ વખતે સંમેલનનો વિષય હિન્દી વિશ્વ અને ભારતીય સંસ્કૃતિ રાખવામાં આવ્યુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંમેલનની સફળતા માટે શુભેચ્છા પાઠવી છે. પોતાના સંદેશમાં પ્રધાનમંત્રીએ જણાવ્યુ કે તેમને પુરો વિશ્વાસ છે કે આ સંમેલન વિશ્વમાં હિન્દી ભાષાનો પ્રયોગ અને તેની મહત્વપુર્ણ ભુમિકાને પ્રોત્સાહન આપશે. હિન્દી સંમેલનના ઉદ્ધાટન સત્રને સંબોધિત કરતા વિદેશમંત્રી શુષ્મા સ્વરાજે વિશ્વ સમુદાયને હિન્દી ભાષાને પ્રોત્સાહન આપવા આહવાન કર્યુ..
મોરેશિયસમાં ચાલી રહેલા આ સંમેલનમાં પુર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને શ્રધ્ધાંજલી આપવામાં આવી. આ અવસરે મંત્રોચ્ચાર સાથે ગણમાન્ય લોકોએ અશ્રુ ભીની આંખે પોતાના નેતાને યાદ કર્યા...
મોરેશિયસમાં ભારતીય સમુદાયના લોકોએ પોર્ટુલુઇમાં પુર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને શ્રધ્ધાંજલી અર્પિત કરી.. ગોવાના રાજ્યપાલ મૃદુલા સિન્હા, પશ્ચિમ બંગાળના રાજ્યપાલ કેશુનાથ ત્રિપાઠી ,મોરેશિયસના શિક્ષા અને માનવ સંસાધન મંત્રી લીલા દેવી સહિત મોરેશિયસના અન્ય મહાનુભવોએ દિવગંત નેતાને શ્રઘ્ઘાંજલી અર્પણ કરી. પુર્વ પ્રધાનમંત્રી વાજપેયીની સ્મૃતિમાં રામાયણ કેન્દ્રમાં એક પ્રાર્થના સભા પણ યોજાય હતી.
