સિંગાપોર-હોંગકોંગના પ્રતિબંધ બાદ ભારત સરકારે પણ MDH અને એવરેસ્ટના અમુક મસાલાઓ પર લીધા પગલાં
Live TV
-
સિંગાપોર અને હોંગકોંગમાં ભારતીય મસાલા કંપની એવરેસ્ટ અને એમડીએચના અમુક મસાલાઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યા બાદ ભારત સરકારે પણ આ મસાલાઓની ગુણવત્તા ચકાસવા આદેશ આપ્યો છે. ભારતની ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ આ બે કંપની સહિત તમામ બ્રાન્ડના મસાલાના નમૂના લેવાનું શરૂ કર્યું છે. વર્તમાન સ્થિતિને પગલે તે મસાલાઓ FSSAI ના માપદંડોને આધિન નહિં હોય તો તેના વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરાશે.
ઉલ્લેખનીય છે કે, હોંગકોંગ અને સિંગાપોરે એમડીએચ અને એવરેસ્ટના અમુક મસાલામાં એથિલિન ઓક્સાઈડ મળી આવ્યો છે. જેનાથી કેન્સર થવાનું જોખમ હોવાથી સિંગાપોર અને હોંગકોંગે આ મસાલાઓના વેચાણ પર પ્રતિબંધ લાદી બજારમાંથી દૂર કરવા નિર્દેશ કર્યો છે.