Skip to main content
Settings Settings for Dark

સિક્કિમમાં ભારે વરસાદમાં થયેલા ભુસ્ખલનના કારણે કેટલાંક વિસ્તારોનો તૂટ્યો સંપર્ક

Live TV

X
  • સિક્કિમમાં ભારે વરસાદમાં થયેલા ભુસ્ખલનના કારણે કેટલાંક વિસ્તારોનો તૂટ્યો સંપર્ક

    છેલ્લાં 4 દિવસથી થઈ રહેલ સતત વરસાદના કારણે ઉત્તર સિક્કિમમાં તબાહીના દ્રશ્યો સર્જાયા છે. ભારે વરસાદના કારણે ઉત્તર સિક્કિમ તરફ જનારા રસ્તાઓ પર ભુસ્ખલન અને તિરાડો પડી છે. અહીં મંગન જિલ્લામાં સ્થિતિ વધુ ખરાબ છે. કુલ 1200થી વધુ સ્થાનિક અને 15 વિદેશી પ્રવાસીઓ લાચુંગમાં ફસાયા છે. પ્રવાસીઓને બહાર કાઢવામાં ખરાબ હવામાન હજુ પણ વિઘ્ન બની રહ્યું છે. 

    પૂર્વ સિક્કિમના ડિક્ચુમાં રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. ઘણાં ઘરોને પણ નુક્સાન થયુ છે. દક્ષિણ સિક્કિમમાં લિંગી-પ્યોંગને જોડતો મુખ્ય માર્ગ વરસાદના કારણે સંપૂર્ણપણે નાશ પામ્યો છે. સેના તરફથી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે ગઈકાલે મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગે સિક્કિમની મુલાકાત લીધી હતી. તમાંગે તમામ મંત્રી અને ધારાસભ્યોને પીડિતોની મદદ કરવાના આદેશ પણ આપ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply