Skip to main content
Settings Settings for Dark

સુપ્રીમ કોર્ટને ટૂંક સમયમાં મળશે ત્રણ નવા જજ: કોલેજિયમે કરી મહત્વપૂર્ણ ભલામણ

Live TV

X
  • સુપ્રીમ કોર્ટને ટૂંક સમયમાં મળશે ત્રણ નવા જજ: કોલેજિયમે કરી મહત્વપૂર્ણ ભલામણ

    દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટને ટૂંક સમયમાં ત્રણ નવા ન્યાયાધીશો મળી શકે છે. સુપ્રીમ કોર્ટના કોલેજિયમે દેશની ત્રણ પ્રમુખ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોને સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે નિયુક્ત કરવા માટે કેન્દ્ર સરકારને ભલામણ મોકલી છે.

    આમાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ, દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને તેલંગાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અપેશ કુમાર સિંહના નામ સામેલ છે. કોલેજિયમ દ્વારા આ ત્રણેય નામોની સત્તાવાર ભલામણ કેન્દ્ર સરકારને મોકલી આપવામાં આવી છે. કેન્દ્ર સરકારની મંજૂરી મળ્યા બાદ આ ત્રણેય ન્યાયાધીશો સુપ્રીમ કોર્ટના જજ તરીકે પદભાર સંભાળશે.

    સુપ્રીમ કોર્ટમાં વર્તમાન સ્થિતિ:

    સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ સહિત કુલ 38 જજોની મંજૂર થયેલી જગ્યાઓ છે, જેમાંથી હાલમાં 34 જજો કાર્યરત છે. આ ત્રણેય નવા ન્યાયાધીશોની નિમણૂક બાદ કોર્ટની કામગીરી વધુ વેગવાન બનશે.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-10-2026 Max Temp : °C Min Temp : °C
apply