Skip to main content
Settings Settings for Dark

સુપ્રીમ કોર્ટમાં આજનો મહત્વનો દિવસ

Live TV

X
  • સુપ્રીમ કોર્ટમાં આજે 3 અતિ મહત્વના મુદ્દાઓ પર સુનાવણી, UPI MDR, પેક્ડ ફૂડ ચેતવણી લેબલ અને CBSEની ત્રણ ભાષા નીતિઓને પડકારતી અરજીઓ પર સુનાવણી

    આજે દેશની સર્વોચ્ચ અદાલત, એટલે કે સુપ્રીમ કોર્ટમાં નાગરિકો અને અર્થવ્યવસ્થાને સ્પર્શતા કેટલાક અત્યંત મહત્વપૂર્ણ મામલાઓ પર સુનાવણી હાથ ધરવામાં આવશે. આજના દિવસ દરમિયાન UPI ટ્રાન્ઝેક્શન ચાર્જ, પેક્ડ ફૂડ પરના લેબલ અને CBSEની ભાષા નીતિ જેવા મોટા મુદ્દાઓ પર નજર રહેશે.

    રૂપિયા 2000થી વધુના પસંદગીના કમર્શિયલ UPI ટ્રાન્ઝેક્શન પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાદવાના કેન્દ્ર સરકારના નિર્ણયને પડકારતી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. આ નિર્ણયથી ડિજિટલ પેમેન્ટ પર પડનારા પ્રભાવ અંગે અદાલતમાં ચર્ચા થશે.

    પેક્ડ અને જંક ફૂડ પર સ્પષ્ટ ચેતવણી લખવાની માંગ કરતી જાહેર હિતની અરજી (PIL) પર પણ સુનાવણી છે. અગાઉ સુપ્રીમ કોર્ટની સખત ટકોર બાદ FSSAI એ કોર્ટમાં જવાબ રજૂ કરીને આવા ફૂડ પેકેટના આગળના ભાગે જ સ્પષ્ટ ચેતવણી લેબલ લગાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

    સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ની ત્રણ ભાષાઓ ભણાવવાની નવી નીતિને પડકારતી અરજીઓ પર પણ આજે સુનાવણી હાથ ધરાશે. અગાઉની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને CBSE ને આ નીતિ અંગે પુનર્વિચાર કરવા માટે નિર્દેશ આપ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-10-2026 Max Temp : °C Min Temp : °C
apply