સેનાના ત્રણેય પાંખના વડાએ પત્રકાર પરિષદ સંબોધી
Live TV
-
સેનાના ત્રણેય પાંખના વડાએ આજે ફરીથી પત્રકાર પરિષદ સંબોધી હતી. અને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે પાકિસ્તાને આતંકવાદ અને આતંકવાદીઓને સાથ આપ્યો છે.પાકિસ્તાને ભારતીય નાગરિકો ઉપર હુમલો કર્યો ત્યારે ભારતીય સેના અડીખમ ઉભી રહી હતી. DGMO લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઇએ કહ્યું કે,ભારતીય સંરક્ષણ સિસ્ટમને ભેદવી દુશ્મન માટે અશક્ય છે. તેમણે કહ્યું કે પાકિસ્તામાં થયેલા નુકસાન માટે પાકિસ્તાન જ જવાબદાર છે.તેવું એર માર્શલ એ.કે.ભારતીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાને ઉપયોગ કરેલા ચીન નિર્મિત હથિયારો અને મિસાઇલોનો ભારતે ખાત્મો બોલાવી દીધો છે. ભારતે પાકિસ્તાનના રહીમ યાર ખાન અને નૂર ખાન એર બેઝ નષ્ટ કરી દીધા છે. હું ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં કહેવા માંગુ છું કે આપણા બધા લશ્કરી થાણાઓ અને આપણા બધા સાધનો અને સિસ્ટમો કાર્યરત છે અને જરૂર પડે તો આગામી મિશન માટે તૈયાર પણ છે.