સોનાના ભાવમાં નોંધાયો ઘટાડો
Live TV
-
સોનાના ભાવ 97,000 રૂપિયાથી નીચે ગયો
સોનાના ભાવમાં ઘટાડો થયો છે.સોનાના ભાવ ઘટીને 97,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર, 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 383 રૂપિયા ઘટીને 96,647 રૂપિયા થયો છે, જે પહેલા 97,030 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. ૨૨ કેરેટ સોનાનો ભાવ ઘટીને ૯૪,૩૩૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ, ૨૦ કેરેટ સોનાનો ભાવ ઘટીને ૮૬,૦૨૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ, ૧૮ કેરેટ સોનાનો ભાવ ઘટીને ૭૮,૨૮૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ અને ૧૪ કેરેટ સોનાનો ભાવ ઘટીને ૬૨,૩૪૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ થયો છે.જો કે સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં ઘટાડો થયો હોવા છતાં, આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં વધારો થયેલો જોવા મળે છે.
