સોમનાથના આંગણે ભક્તિ અને શૌર્યનો સંગમ: પ્રધાનમંત્રી મોદીએ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું
Live TV
-
ભારતીય સંસ્કૃતિના પ્રતીક સમાન સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે પ્રધાનમંત્રી મોદીએ સોમનાથ મહાદેવના ચરણોમાં વંદન કર્યા હતા.
શંખનાદ, ડમરુના ગુંજારવ અને આકાશી સલામી વચ્ચે ઉજવાયેલા આ ‘અમૃતપર્વ’માં પ્રધાનમંત્રીએ જન-કલ્યાણની મંગલ કામના કરી હતી.પ્રભાસ પાટણની પવિત્ર ધરા પર પ્રધાનમંત્રીનું 100 કન્યાઓએ અમૃત કળશ સાથે અને 75 ઢોલીઓએ નાસિકના ઢોલના નાદ સાથે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. મંદિર પરિસરમાં પ્રવેશતા પૂર્વે પ્રધાનમંત્રીએ સોમનાથ મંદિરના પુનઃનિર્માણના સ્વપ્નદ્રષ્ટા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
પ્રધાનમંત્રીએ સોમનાથ નિજ મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ મહાપૂજા, કુંભાભિષેક અને ધ્વજારોહણ કર્યા હતા. આ પ્રસંગે મંદિરના શિખર પર હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી.સૂર્યકિરણ એર શો: ભારતીય વાયુસેનાની ‘સૂર્યકિરણ’ એરોબેટિક્સ ટીમે આકાશમાં અદભૂત કરતબો બતાવી સોમનાથની યશોગાથાને સલામી આપી હતી, જેનાથી સમગ્ર નભ ગુંજી ઉઠ્યું હતું.પ્રધાનમંત્રીએ મંદિર પરિસરમાં સોમનાથની વૈભવશાળી વિરાસત અને ઇતિહાસને દર્શાવતા વિશેષ પ્રદર્શનને પણ નિહાળ્યું હતું.આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
