Skip to main content
Settings Settings for Dark

સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ માટે માત્ર 24 કલાકમા જ 10 હજારથી વધુ લોકોએ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવ્યું.

Live TV

X
  • આગામી 17મી એપ્રિલથી શરૂ થવા જઈ રહેલા સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ માટે માત્ર 24 કલાકમા જ 10 હજારથી વધુ લોકોએ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવ્યું છે.ગાંધીનગર ખાતે મંત્રીશ્રીઓ  ઋષિકેષ પટેલ, મુળુભાઇ બેરા અને  જગદીશ વિશ્વકર્માએ પત્રકાર પરિષદને સંબોધતા આ માહિતી આપી. એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પને સાકાર કરતો આ પર્વ તા. 17 એપ્રિલથી 30 એપ્રિલ દરમિયાન મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્રમાં યોજવામાં આવશે.

    સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત 15 દિવસના  પ્રવાસમાં વેબસાઇટ પર રજીસ્ટ્રેશન બાદ સિલેક્ટ થયેલા મહેમાનોને સ્પેશ્યલ ટ્રેન વડે ગુજરાતમાં લાવવામાં આવશે. આ મહેમાનો ગુજરાતમાં સોમનાથ,પોરબંદર, દ્વારકા, રાજકોટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી  જેવા સ્થળોની મુલાકાત લેશે. કાર્યક્રમના મુખ્ય સ્થળ સોમનાથ ખાતે ૧૫ દિવસ દરમિયાન કલા, સંસ્કૃતિ, ઉદ્યોગ - વાણિજ્ય, યુવા અને શિક્ષણ સંબંધીત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply