સ્ક્વોશ વર્લ્ડ કપ: ભારતે શરૂઆતની મેચમાં સ્વિટ્ઝર્લૅન્ડને 4-0થી હરાવ્યુ
Live TV
-
ભારતીય ટીમે સ્ક્વોશ વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત જીત સાથે કરી. ગ્રુપ B ની પોતાની પહેલી મેચમાં ભારતે સ્વિટ્ઝર્લૅન્ડને 4-0થી હરાવ્યું.
એક્સપ્રેસ એવન્યુ મોલમાં રમાયેલી મેચમાં, ભારતના રાષ્ટ્રીય ચેમ્પિયન અને પુરુષોની સ્ક્વોશ રેન્કિંગમાં 45મા ક્રમાંકિત વેલાવન સેન્થિલકુમારે શરૂઆતની મેચમાં વિશ્વના 296 નંબરના રોબિન ગાડોલાને 3-0 (7-6, 7-6, 7-5)થી હરાવ્યું.બીજી મેચમાં, ભારતના 17 વર્ષીય અનાહત સિંહે સેલિન વોલ્સરને 3-0 (7-1, 7-4, 7-2)થી હરાવ્યું. વોલ્સરે બીજા સેટમાં વાપસી કરી, પરંતુ અનાહતે જીત જાળવી રાખી. અનાહત વર્લ્ડ કપનો સૌથી યુવા ખેલાડી છે.
ત્રીજા મેચમાં, ભારતના ટોચના ક્રમાંકિત પુરુષ સ્ક્વોશ ખેલાડી અભય સિંહે લુઇસ હાફેઝને 3-0 (7-0, 7-5, 7-3) થી હરાવ્યો. શરૂઆતમાં સિંહે મેચ પર કાબુ મેળવ્યો.અનુભવી ખેલાડી જોશ્ના ચિનપ્પાએ સ્ટેલા કૌફમેનને 3-1 (7-1, 5-7, 7-2, 7-0) થી હરાવીને વિજય મેળવ્યો. 39 વર્ષીય ચિનપ્પાએ બીજી ગેમ હાર્યા બાદ સ્વસ્થ થઈને મેચ જીતી.
વિજય પછી, ભારતીય હરિન્દર પાલ સંધુએ કહ્યું, "મારી પહેલી જીત મેળવવી સારી લાગે છે. પહેલી મેચ હંમેશા થોડી નર્વ-રેકિંગ હોય છે. ઘરઆંગણાના દર્શકોની સામે અને તેમના સમર્થન સાથે રમવું હંમેશા સારું રહે છે. અમે આગામી મેચોમાં પણ આવા જ સમર્થનની અપેક્ષા રાખીએ છીએ. અમે અમારું પ્રદર્શન જાળવી રાખવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરીશું."સ્ક્વોશ વર્લ્ડ કપમાં બાર દેશો ભાગ લઈ રહ્યા છે, જેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇજિપ્ત અને રનર-અપ મલેશિયાનો સમાવેશ થાય છે. બધા દેશોને ત્રણ-ત્રણના ચાર ગ્રુપમાં વહેંચવામાં આવ્યા છે. દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો ક્વાર્ટર ફાઇનલમાં પહોંચશે.
