સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર નાયબ મુખ્યમંત્રીની સ્પષ્ટતા
Live TV
-
સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નિવેદન પર રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્પષ્ટતા કરતા કહ્યું, કે આ પ્રતિમા એલએનટી કંપની દ્વારા બનાવવામાં આવી છે, અને ખેડૂતો પાસેથી મળેલ લોખંડનો, તેમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રતિમા માટે માત્ર 1700 ટન સામગ્રી, ચીનથી આયાત કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું, કે સ્ટેચ્યુ ઓફ યુનિટી અંગે રાહુલ ગાંધીના નિવેદનથી, ગુજરાતીઓ સાથે, સમગ્ર દેશના લોકોની લાગણી દુભાઈ છે. વધુમાં તેમણે કહ્યું કે, બુલેટ ટ્રેન યોજના અંતર્ગત ખેડૂતોને જમીન સંપાદન અંગે કોઇ પણ પ્રકારનો અન્યાન થશે નહી, અને જે ખેડૂતોની જમીન કપાતમાં આવે છે તેવાં ગ્રામીણ ખેડુતને મૂળ કિંમતથી 4 ગણા અને શહેરી વિસ્તારના ખેડૂતોને 2 ગણા વધુ ભાવ આપવાની જોગવાઇ હતી તેની સામે ગ્રામીણ અને શહેરી વિસ્તારના ખેડૂતોને મૂળ કિંમત કરતાં ચાર ગણી રકમ ચૂકવવામાં આવશે.
