Skip to main content
Settings Settings for Dark

સ્ટેન્ડ-અપ ઈન્ડિયા યોજનાને 7 વર્ષ પૂર્ણ, અત્યાર સુધીમાં 61,000 કરોડથી વધુની લોન મંજૂર

Live TV

X
  • સ્ટેન્ડ-અપ ઈન્ડિયા યોજનાએ તેના 7 વર્ષ પૂર્ણ કર્યા છે. આ અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને મહિલાઓને સ્વરોજગાર માટે પ્રોત્સાહિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે. આ યોજના 5 એપ્રિલ 2016ના રોજ નાણા મંત્રાલયે 'આઝાદી કા અમૃત મહોત્સવ' હેઠળ શરૂ કરી હતી. તેનો ઉદ્દેશ્ય SC/ST વર્ગો અને મહિલાઓને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે બેંક લોનની સુવિધા આપવાનો હતો.

    આ સાત વર્ષોમાં, આ યોજના માત્ર એક નાણાકીય સહાય કાર્યક્રમ નહીં પરંતુ એક પરિવર્તનશીલ ચળવળ બની છે. તેણે લાખો ઉદ્યોગસાહસિકોના સપનાઓને સાકાર કર્યા છે, રોજગારની નવી તકો ઉભી કરી છે અને સમાવેશી આર્થિક વિકાસને વેગ આપ્યો છે. 31 માર્ચ, 2019 સુધીમાં આ યોજના હેઠળ કુલ રૂ. 16,085.07 કરોડની લોન મંજૂર કરવામાં આવી હતી. 17 માર્ચ, 2025 સુધીમાં આ આંકડો વધીને રૂ. 61,020.41 કરોડ થઈ ગયો છે. 

    માર્ચ 2018 અને માર્ચ 2024ની વચ્ચે, યોજના હેઠળની તમામ લક્ષ્ય શ્રેણીઓમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી. અનુસૂચિત જાતિના લાભાર્થીઓના ખાતાઓની સંખ્યા 9,399થી વધીને 46,248 થઈ અને લોનની રકમ 1,826.21 કરોડ રૂપિયાથી વધીને 9,747.11 કરોડ રૂપિયા થઈ. 

    અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓ માટેના ખાતા 2,841 થી વધીને 15,228 થયા અને લોનની રકમ 574.65 કરોડ રૂપિયાથી વધીને 3,244.07 કરોડ રૂપિયા થઈ. મહિલાઓના કિસ્સામાં સૌથી વધુ વધારો જોવા મળ્યો, જ્યાં ખાતાઓની સંખ્યા 55,644 થી વધીને 1,90,844 થઈ અને લોનની રકમ 12,452.37 કરોડ રૂપિયાથી વધીને 43,984.10 કરોડ રૂપિયા થઈ.

    આજે, આ યોજના ફક્ત સ્વરોજગાર માટે એક મજબૂત પ્લેટફોર્મ બની નથી, પરંતુ તે સામાજિક અને આર્થિક સમાનતા તરફ એક મોટું પગલું પણ છે. આના દ્વારા લાખો લોકોને માત્ર રોજગાર જ નથી મળ્યો, પરંતુ તેઓ અન્ય લોકોને રોજગાર આપવાની ક્ષમતા પણ વિકસાવી રહ્યા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2025 Max Temp : °C Min Temp : °C
apply