હિમાચલમાં શિમલા-મનાલી સહિત કેટલાંક ભાગમાં સતત ત્રીજાં દિવસે પણ બરફવર્ષા
Live TV
-
શિમલાના ઉપરના વિસ્તારમાં ખાસ્સો બરફ જામી જવાના કારણે સડકો હજુ પણ બંધ છે.
હિમાચલમાં શિમલા-મનાલી સહિત કેટલાંક ભાગમાં સતત ત્રીજાં દિવસે પણ બરફવર્ષા થઇ રહી છે. ત્યારબાદ પારામાં 1થી 2 ડિગ્રીનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. સોમવારે અહીં પહાડી વિસ્તારમાં 7થી લઇને 60 સેન્ટીમીટર સુધી બરફવર્ષા થઇ. હવામાનમાં આવેલા આ બદલાવ બાદ રાજ્યના ટૂરિસ્ટ્સ સ્પોટ પર સહેલાણીઓની ભીડ જમા થવા લાગી છે. તો બીજી તરફ, કાશ્મીરમાં સોમવારે થયેલી બરફવર્ષા બાદ બંધ કરવામાં આવેલા જમ્મુ-કાશ્મીર નેશનલ હાઇવેથી બીજાં દિવસે પણ વાહનવ્યવહાર શરૂ નથી થઇ શક્યો.હાલમાં બરફવર્ષા શિમલા, કુફરી, ફાગૂ, નારકંડા, મનાલી, સોલંગ, કલ્પામાં થઇ. જો કે, શિમલામાં વરસાદના કારણે મોટાંભાગનો બરફ ઓગળી ગયો છે. વેધર ડિપાર્ટમેન્ટ અનુસાર, શિમલા, કુલ્લુ, કિન્નોર, લાહોલ-સ્પીતિ અને ચંબા જિલ્લામાં બુધવાર સુધી બરફવર્ષા થવાનું અનુમાન છે.