Skip to main content
Settings Settings for Dark

૨૬/૧૧ના માસ્ટરમાઇન્ડ રાણાની જ્યુડીશીયલ કસ્ટડી ૯ જુલાઈ સુધી લંબાવવામાં આવી

Live TV

X
  • દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ૨૬/૧૧ મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાની ન્યાયિક કસ્ટડી લંબાવી છે. રાણાની કોર્ટમાં હાજરીની અગામી તારીખ ૯ જુલાઈએ છે. આનો અર્થ એ થયો કે તહવ્વુર રાણાને હવે ૯ જુલાઈ સુધી ન્યાયિક કસ્ટડીમાં રહેવું પડશે.

    દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ૨૬/૧૧ મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાની ન્યાયિક કસ્ટડી લંબાવી છે. રાણાની કોર્ટમાં હાજરીની અગામી તારીખ ૯ જુલાઈએ છે. આનો અર્થ એ થયો કે તહવ્વુર રાણાને હવે ૯ જુલાઈ સુધી ન્યાયિક કસ્ટડીમાં રહેવું પડશે.શુક્રવારે, સુરક્ષા કારણોસર તેને વર્ચ્યુઅલ મોડ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. રાણાના વકીલે તેના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી. દલીલોને ધ્યાનમાં લેતા, કોર્ટે તિહાર જેલના અધિકારીઓને ૯ જૂન સુધીમાં આ મામલે સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.

    સુનાવણી દરમિયાન, રાણાએ તેના પરિવાર સાથે વાત કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. અહેવાલો અનુસાર, માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાએ પરિવાર સાથે વાત કરવા માટે કોર્ટમાં અરજી પણ દાખલ કરી હતી. કોર્ટ રાણાની અરજી પર ૯ જૂને સુનાવણી કરશે.જ્યારે રાણાને NIA દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યો, ત્યારે તેણે પરિવાર સાથે વાત કરવાની ઇચ્છા વ્યક્ત કરી. રાણાના વકીલે દલીલ કરી હતી કે વિદેશી નાગરિક તરીકે, પરિવાર સાથે વાત કરવી એ રાણાનો મૂળભૂત અધિકાર છે. રાણાનો પરિવાર તેમના સ્વાસ્થ્યની ચિંતા કરે છે.

    અગાઉ 24 એપ્રિલના રોજ, સ્પેશિયલ જજ ચંદર જીત સિંહે રાણાની પરિવાર સાથે વાત કરવાની પરવાનગી માંગતી અરજી ફગાવી દીધી હતી. NIA દ્વારા તેમની અરજીનો વિરોધ કરવામાં આવ્યા બાદ કોર્ટે આ નિર્ણય આપ્યો હતો. સુનાવણી દરમિયાન, NIAએ દલીલ કરી હતી કે જો રાણાને તેમના પરિવારના સભ્યો સાથે વાત કરવાની મંજૂરી આપવામાં આવે, તો તેઓ વાતચીત દરમિયાન ઘણી મહત્વપૂર્ણ માહિતી શેર કરી શકે છે.

    નાંધનીય છે કે પાકિસ્તાન આર્મીના મેડિકલ કોર્પ્સના ભૂતપૂર્વ અધિકારી રાણાને તાજેતરમાં 26/11 મુંબઈ આતંકવાદી હુમલામાં કાર્યવાહી માટે અમેરિકાથી ભારત પ્રત્યાર્પણ કરવામાં આવ્યો હતો, જેમાં 26 નવેમ્બર, 2008ના રોજ 166 લોકો માર્યા ગયા હતા અને સેંકડો ઘાયલ થયા હતા. 9 મેના રોજ, સ્પેશિયલ કોર્ટે રાણાને 6 જૂન સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. શુક્રવારે પટિયાલા કોર્ટમાં સુનાવણી બાદ, રાણાને 9 જુલાઈ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2025 Max Temp : °C Min Temp : °C
apply