Skip to main content
Settings Settings for Dark

1 બિલિયન ટન કોલસા ઉત્પાદનની ભારતની ઐતિહાસિક સિદ્ધિની પ્રશંસા કરતા પીએમ

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઊર્જા સુરક્ષા, આર્થિક વિકાસ અને આત્મનિર્ભરતા પ્રત્યે મહત્વપૂર્ણ પ્રતિબદ્ધતા પર ભાર મુકતા 1 બિલિયન ટન કોલસા ઉત્પાદનની ભારતની ઐતિહાસિક સિદ્ધિની પ્રશંસા કરી છે

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઊર્જા સુરક્ષા, આર્થિક વિકાસ અને આત્મનિર્ભરતા પ્રત્યે મહત્વપૂર્ણ પ્રતિબદ્ધતા પર ભાર મુકતા 1 બિલિયન ટન કોલસા ઉત્પાદનની ભારતની ઐતિહાસિક સિદ્ધિની પ્રશંસા કરી છે.પ્રધાનમંત્રી મોદીએ આ સિદ્ધિની પ્રશંસા કરતા તેને "ભારત માટે ગર્વની ક્ષણ" ગણાવી છે અને આ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોના અથાક સમર્પણ અને મહેનતને બિરદાવી છે.

    કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી જી કિશન રેડ્ડીએ એક X પોસ્ટમાં માહિતી આપી હતી કે ભારતે 1 બિલિયન ટન કોલસા ઉત્પાદનનો એક મોટો આંકડો પાર કરી લીધો છે.કેન્દ્રીય મંત્રીની X પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા પીએમ મોદીએ X પર લખ્યું;

    “ભારત માટે ગર્વની ક્ષણ!

    1 અબજ ટન કોલસા ઉત્પાદનનો ઐતિહાસિક સીમાચિહ્ન પાર કરવો એ એક નોંધપાત્ર સિદ્ધિ છે, જે ઊર્જા સુરક્ષા, આર્થિક વિકાસ અને આત્મનિર્ભરતા પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે. આ સિદ્ધિ આ ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ લોકોના સમર્પણ અને મહેનતને પણ પ્રતિબિંબિત કરે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply