132 પદ્મ પુરસ્કારોની જાહેરાત: વેંકૈયા નાયડુ સહિત પાંચને પદ્મ વિભૂષણ, 17 પદ્મ ભૂષણ અને 110 પદ્મ શ્રીની પણ જાહેરાત કરી
Live TV
-
સરકારે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ ગુરુવારે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી હતી. આ વર્ષે 5 'પદ્મ વિભૂષણ', 17 'પદ્મ ભૂષણ' અને 110 'પદ્મ શ્રી' એવોર્ડ આપવામાં આવશે. પીઢ અભિનેત્રી વૈજયંતી માલા અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને પદ્મ વિભૂષણ એવોર્ડથી સન્માનિત કરાશે. પીઢ અભિનેતા મિથુન ચક્રવર્તી અને ગાયિકા ઉષા ઉથુપને 'પદ્મ ભૂષણ' એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે.
સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જજ ફાતિમા બીવી અને તાઈવાનની ફોક્સકોન કંપનીના ચેરમેન યંગ લિયુને પણ પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવશે. પદ્મ પુરસ્કાર વિજેતાઓમાં 30 મહિલાઓ છે. આમાં, વિદેશી અને NRI કેટેગરીના 8 લોકો સામેલ છે. જ્યારે 9 એવી હસ્તીઓ છે જેમને મરણોત્તર એવોર્ડ આપવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, પદ્ન પુરસ્કાર વિજેતાઓમાં ડો. તેજસ પટેલ, સાહિત્યકાર રઘુવીર ચૌધરી, લોકસાહિત્યકાર જગદીશ ત્રિવેદી સહતિત 8 ગુજરાતીઓનો સમાવેશ થાય છે.
આ યાદીમાં આઠ વિદેશી, NRI, PIO, OCI કેટેગરીના વ્યક્તિઓનો સમાવેશ થાય છે. સાથે જ નવ મરણોત્તર પુરસ્કારોની પણ જાહેરાત કરવામાં આવી છે. અગાઉ 23 જાન્યુઆરીએ સરકારે બિહારના પૂર્વ મુખ્યમંત્રી કુરપરી ઠાકુરને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી. પદ્મ વિભૂષણ મેળવનાર હસ્તીઓમાં ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ, પીઢ અભિનેત્રી વૈજયંતિમાલા બાલી, સ્વર્ગસ્થ બિંદેશ્વર પાઠક, સુલભ ઈન્ટરનેશનલના સ્થાપક અને સાઉથ મેગા સ્ટાર ચિરંજીવી, ભારતીય શાસ્ત્રીય ભરતનાટ્યમ નૃત્યાંગના પદ્મા સુબ્રમણ્યમનો સમાવેશ થાય છે.
પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા
પદ્મ પુરસ્કારોની જાહેરાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને સન્માનિતોને અભિનંદન પાઠવ્યા હતા. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું, 'પદ્મ પુરસ્કારથી સન્માનિત થયેલા તમામ લોકોને અભિનંદન. ભારત વિવિધ ક્ષેત્રોમાં તેમના યોગદાનની કદર કરે છે. તે પોતાના અસાધારણ કાર્યોથી લોકોને પ્રેરણા આપતા રહે.
ગયા વર્ષે 106 પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી
ગયા વર્ષની શરૂઆતમાં, રાષ્ટ્રપતિએ 106 પદ્મ પુરસ્કારોને મંજૂરી આપી હતી, જેમાં 6 પદ્મ વિભૂષણ, 9 પદ્મ ભૂષણ અને 91 પદ્મ શ્રીનો સમાવેશ થાય છે. પુરસ્કાર મેળવનાર 19 મહિલાઓ હતી. એવોર્ડ મેળવનારાઓમાં 19 મહિલાઓ છે. મરણોત્તર આ સન્માન માટે સાત લોકોની પસંદગી કરવામાં આવી છે. પદ્મ સન્માન દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંનું એક છે અને તેને ત્રણ શ્રેણીઓમાં એનાયત કરવામાં આવે છે - પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી.
ગુજરાતીને મળશે પદ્મ પુરસ્કાર
- તેજસ મધુસુદન પટેલ, મેડિસિન ગુજરાત (પદ્મ ભૂષણ)
- રઘુવીર ચૌધરી, સાહિત્ય અને શિક્ષણ (પદ્મ શ્રી)
- યઝદી માણેકશા ઇટાલિયા મેડિસિન (પદ્મ શ્રી)
- હરીશ નાયક (મરણોત્તર) સાહિત્ય અને શિક્ષણ (પદ્મ શ્રી)
- દયાળ માવજીભાઈ પરમાર,મેડિસિન (પદ્મ શ્રી)
- જગદીશ લાભશંકર ત્રિવેદી, આર્ટ (પદ્મ શ્રી)
પહેલા જાણો પદ્મ એવોર્ડ વિશે
ભારત સરકારે વર્ષ 1954માં દેશના બે સર્વોચ્ચ નાગરિક સન્માન - ભારત રત્ન અને પદ્મ પુરસ્કારોની સ્થાપના કરી હતી.
આ પુરસ્કારો ભારત અને વિદેશના એવા લોકોને આપવામાં આવે છે જેમણે કોઈ પણ ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત અને અસાધારણ કાર્ય કર્યું હોય, જેમાં જાહેર સેવાનું તત્વ હોય. આ પુરસ્કારો દર વર્ષે ગણતંત્ર દિવસના અવસર પર જાહેર કરવામાં આવે છે. ત્યારબાદ માર્ચ અથવા એપ્રિલમાં એક સમારોહમાં રાષ્ટ્રપતિ દ્વારા વિજેતાઓને સન્માનિત કરવામાં આવે છે. સામાન્ય રીતે, આ પુરસ્કારો મરણોત્તર આપવાની કોઈ જોગવાઈ નથી. પરંતુ અમુક ચોક્કસ કિસ્સાઓમાં સરકાર પાસે આ નિર્ણયો લેવાની સંપૂર્ણ સત્તા છે. નિયમો અનુસાર, જો કોઈને હાલમાં પદ્મશ્રી આપવામાં આવ્યું છે, તો તેને હવેથી પાંચ વર્ષ પછી જ પદ્મ ભૂષણ અથવા પદ્મ વિભૂષણ આપવામાં આવી શકે છે. પરંતુ અહીં પણ એવોર્ડ કમિટી અમુક ચોક્કસ કેસોમાં છૂટછાટ આપી શકે છે. સમારંભમાં રાષ્ટ્રપતિ દ્વારા સન્માન આપવામાં આવે તે દિવસે તમામ વિજેતાઓના નામ ભારતના ગેઝેટમાં પ્રકાશિત કરવામાં આવે છે.
પહેલા પુરસ્કારોના નામ શું હતા?
જ્યારે 1954માં ભારત રત્ન સાથે પદ્મ પુરસ્કારોની શરૂઆત કરવામાં આવી ત્યારે માત્ર પદ્મ વિભૂષણ નામ જ અસ્તિત્વમાં આવ્યું હતું. પદ્મશ્રી અને પદ્મ ભૂષણ નહીં. પદ્મ વિભૂષણ અંતર્ગત વિજેતાઓને પ્રથમ વર્ગ, દ્વિતીય વર્ગ અને તૃતીય વર્ગના નામથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જો કે, આ નામકરણ માત્ર એક વર્ષ માટે જ વ્યવહારમાં રહ્યું. ત્યારબાદ 8 જાન્યુઆરી 1955ના રોજ રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં આ પુરસ્કારોને પદ્મશ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ નામ આપવામાં આવ્યું હતું.
