2047માં અમૃત કાળ દરમિયાન ભારત દરેક ક્ષેત્રમાં ટોચ પર હશે: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
Live TV
-
SGVP સંસ્થા દ્વારા આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો કે 2047માં અમૃત કાળ દરમિયાન ભારત દરેક ક્ષેત્રમાં ટોચ પર હશે.
અમદાવાદમાં SGVP સંસ્થા દ્વારા આયોજિત પૂજ્ય પુરાણી સ્વામી સ્મૃતિ મહોત્સવમાં સંબોધન કરતાં ગૃહમંત્રી અમિત શાહે દેશમાં શિક્ષણ, આરોગ્ય, સલામતી, આર્થિક પ્રગતિ અને સાંસ્ક્રુતિક મૂલ્યોની જાળવણી માટે પ્રધાનમંત્રી મોદી દ્વારા થઈ રહેલા પ્રયાસોને બિરદાવ્યા હતા. ભારતને 2027 સુધીમાં વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થાઓમાંથી એક બનાવવા માટે 2024 માં પ્રધાનમંત્રી મોદીને પ્રધાનમંત્રી તરીકે ફરી ચૂંટાવવા અમિત શાહે લોકોને આહ્વાન કર્યું હતું.
ઉપરાંત આજે ગાંધીનગરમાં નેશનલ કોઓપરેટિવ ડેરી ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NCDFI)ના નવા કાર્યાલયની ઇમારતનો શિલાન્યાસ કરશે. ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી કેમ્પસમાં યોજાનાર આ કાર્યક્રમમાં ગૃહ મંત્રી ઈ-માર્કેટ સન્માન પણ એનાયત કરશે.