BRICSના સંયુક્ત નિવેદનમાં પહેલગામ હુમલાની નિંદા, ટેરર ફંડિંગ રોકવા પર ભાર
Live TV
-
આતંકવાદીઓને આશ્રય આપનારાઓ પર સાથે મળીને કાર્યવાહી કરીશું
રશિયા અને ચીન સહિત BRICS દેશોએ પહેલગામ આતંકી હુમલાની નિંદા કરી છે. દેશોએ કહ્યું કે આતંકવાદીઓને આશ્રય આપનારાઓ વિરુદ્ધ મળીને કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ, આતંકવાદીઓ સુધી પહોંચતી ફંડિંગને રોકવા અને તેમને સુરક્ષિત ઠેકાણાં આપનારાઓ પર કાર્યવાહી કરવા પર પણ સહમતિ બની છે. BRICS દેશો વચ્ચે સંયુક્ત નિવેદન જાહરે કરવા પર સહમતિ એવા સમયે બની છે, જ્યારે પશ્ચિમ એશિયામાં તણાવ છે અને ઈરાન, સાઉદી અરેબિયા અને UAEના ઘણા મુદ્દાઓ પર અલગ-અલગ વલણ છે. ભારતે સતત વાતચીત દ્વારા આ મતભેદોને દૂર કરવામાં અને સભ્ય દેશો વચ્ચે સર્વસંમતિ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
