Skip to main content
Settings Settings for Dark

BRICS ઊર્જા સહયોગમાં યુવાનોની મહત્વપૂર્ણ ભૂમિકા

Live TV

X
  • ભારતની BRICS અધ્યક્ષતા હેઠળ આયોજિત આઠમી BRICS યુથ એનર્જી સમિટ 2026માં ઊર્જા સહયોગને આગળ વધારવામાં BRICS દેશોના યુવાનોની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકાયો હતો.

    વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયેલી સમિટમાં 100થી વધુ યુવા ઊર્જા નિષ્ણાતો, શિક્ષણવિદો, સરકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ અને BRICS Youth Energy Agencyના સભ્યોએ ભાગ લીધો હતો.સમિટમાં ઊર્જા સુરક્ષા અને સ્થિરતા, ઊર્જાની પહોંચ અને સમાનતા તથા ટેક્નોલોજી અને નવીનતા એમ ત્રણ મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. 20થી વધુ યુવા પેનલિસ્ટોએ વિવિધ BRICS દેશોના અનુભવો અને વિચારો રજૂ કર્યા હતા.

    ભારતની 2026ની BRICS અધ્યક્ષતાનો મુખ્ય વિષય “Building for Resilience, Innovation, Cooperation and Sustainability” છે, જ્યારે ઊર્જા ક્ષેત્ર માટે “Energy for All” વિષય નક્કી કરવામાં આવ્યો છે.ચર્ચામાં સંયુક્ત સંશોધન, ટેક્નોલોજી, જ્ઞાનના આદાન-પ્રદાન અને યુવા કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકાયો હતો. સાથે જ સ્વચ્છ ઊર્જાના વિસ્તરણ, મજબૂત ઊર્જા પુરવઠા વ્યવસ્થા, ડિજિટલાઇઝેશન અને સાયબર સુરક્ષાને મહત્વપૂર્ણ ગણાવવામાં આવ્યા હતા.ભારતીય પ્રતિનિધિઓએ PM-KUSUM, PM Surya Ghar, SHANTI Act, RDSS અને India Energy Stack (IES) જેવી ભારતની ઊર્જા ક્ષેત્રની પહેલો અને સિદ્ધિઓની માહિતી પણ રજૂ કરી હતી. સમિટમાં યુવાનોને ઊર્જા ક્ષેત્રમાં માત્ર ભવિષ્યના હિતધારક નહીં, પરંતુ નવીનતા અને આંતરરાષ્ટ્રીય સહયોગના વર્તમાન ભાગીદાર તરીકે સ્થાન આપવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-08-2026 Max Temp : °C Min Temp : °C
apply