Skip to main content
Settings Settings for Dark

CAAના અમલ માટે રોક લગાવવાની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી

Live TV

X
  • નાગરિકતા સંશોધન કાનૂન એટલે કે CAA લાગુ થતાની સાથે જ તેને રોકવા માટેની અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. આ અરજીઓની સુનાવણી કરતા ગત મહિને સુપ્રીમ કોર્ટે  CAA  પર રોક લગાવવા પર ઈનકાર કર્યો હતો.

    ચીફ જસ્ટીસ સી.વાય. ચંદ્રચુડની અધ્યક્ષાવાળી બેંચે બંને પક્ષને પાંચ-પાંચ પેજ વાળી સંક્ષિપ્ત લેખિત નોટ જમા કરાવવા અને  કેન્દ્ર સરકારને 8 એપ્રિલ સુધી જવાબ આપવા  જણાવ્યું હતું. અરજીમાં CAA વિરુદ્ધ દલીલ કરવામાં આવી છે કે,  આ કાનૂન ધર્મ નિરપક્ષેતાના મૌલિક કાનૂનનું ઉલ્લંઘન છે.

    ઉલ્લેખનીય છે કે, નાગરિકતા સંશોધન કાનૂનથી દેશમાં પ્રથમ વખત અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના દસ્તાવેજ વિનાના બિન-મુસ્લિમ પ્રવાસીઓને નાગરિકતા આપવા માટે છે. કેન્દ્ર સરકારે 11 માર્ચે સીએએનું નોટિફિકેશન જાહેર કર્યું હતું.  જો કે, સરકારે જાહેરનામું બહાર પાડ્યા બાદ તેના પર સવાલો ઉભા થયા છે. આ પછી, નાગરિકતા સંશોધન અધિનિયમના અમલીકરણ પર રોક લગાવવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેની વિરુદ્ધ 200 થી વધુ અરજીઓ દાખલ કરવામાં આવી હતી.

    સુપ્રીમ કોર્ટે હાલમાં જ નાગરિકતા સંશોધન નિયમો, 2024ના અમલીકરણ પર રોક લગાવવાની માંગ પર વિચાર કરવા સંમતિ આપી હતી. ગયા શુક્રવારે સુપ્રીમ કોર્ટે આ મામલામાં સુનાવણી માટે 19 માર્ચની તારીખ નક્કી કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply