CBSE ધોરણ 10-12નું પરિણામ જાહેર, છોકરાઓ કરતાં છોકરીઓના રિઝલ્ટની ટકાવારી વધુ
Live TV
-
સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન(CBSE)નું ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. CBSEએ સત્તાવાર વેબસાઇટ results.cbse.nic.in પર પરિણામ જાહેર કર્યું છે. આ વર્ષે ધોરણ 12નું 89.39 ટકા પરિણામ નોંધાયું છે. જે ગત વર્ષના 87.9 ટકા પરિણામ કરતાં વધુ છે. જ્યારે ધોરણ 10નું 93.66 ટકા પરિણામ નોંધાયું છે. આ વર્ષે કુલ 17 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે નોંધણી કરાવી હતી.
ધોરણ ૧૨ ના પરિણામો જાહેર કરતી વખતે, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનના પરીક્ષા નિયંત્રક ડૉ. સંયમ ભારદ્વાજે જણાવ્યું હતું કે, આ વર્ષે કુલ 1704367 વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે નોંધણી કરાવી હતી, જેમાંથી 1692794 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તેમાંથી 1496307 વિદ્યાર્થીઓ પાસ થયા હતા.
તેમણે કહ્યું કે, આ વખતે CBSE 12માં ધોરણની પરીક્ષાનું પરિણામ 88.39 ટકા આવ્યું છે. ગયા વર્ષની પાસ ટકાવારી 87.98 ટકા હતી. ગયા વર્ષની સરખામણીમાં ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં 0.41 ગુણનો નજીવો વધારો થયો છે. આ ઉપરાંત, ગયા વર્ષની જેમ આ વર્ષે પણ છોકરીઓની પાસ થવાની ટકાવારી વધુ છે. આ વર્ષે છોકરીઓએ બાજી મારી છે. જેમાં છોકરીઓની પાસ ટકાવારી 91.64 હતી, જ્યારે છોકરાઓની પાસ ટકાવારી 85.70 હતી.
જો આપણે CBSE ના જિલ્લાવાર પરિણામો પર નજર કરીએ તો, વિજયવાડામાં 99.60 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ પછી, ત્રિવેન્દ્રમનું પરિણામ 99.32 ટકા આવ્યું છે. આ ઉપરાંત ચેન્નાઈમાં 97.39 ટકા, બેંગલુરુમાં 95.95 ટકા, દિલ્હી પશ્ચિમમાં 95.39 ટકા, દિલ્હી પૂર્વમાં 95.06 ટકા, ચંદીગઢમાં 91.61 ટકા, પંચકુલામાં 91.17 ટકા, પુણેમાં 90.93 ટકા, અજમેરમાં 9.40 ટકા, ભુવનેશ્વરમાં 83.64 ટકા, ગુવાહાટીમાં 83.62 ટકા, દેહરાદૂનમાં 83.45 ટકા, પટનામાં 82.86 ટકા, ભોપાલમાં 82.46 ટકા અને નોઈડામાં 81.29 ટકા અને પ્રયાગરાજમાં 79.53 ટકા પરિણામ આવ્યું છે.
CBSE એ માહિતી આપી કે ધોરણ 10-12 2024-2025 નું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. જણાવવામાં આવે છે કે ધોરણ 12 નું પરિણામ CBSE.gov.in, result.nic.in અથવા Digi Locker.in પર જઈને જોઈ શકાય છે.