G-20 શેરપાની ચોથી બેઠક આજે હરિયાણાના નૂહમાં શરૂ થશે
Live TV
-
હરિયાણાના નૂહ જિલ્લામાં આજથી ચોથી G20 શેરપા બેઠક શરૂ થઈ રહી છે. આ મીટિંગ આ મહિનાની 7મી સુધી ITC ગ્રાન્ડ ભારત હોટેલ અને લેમન ટ્રી હોટેલમાં ચાલુ રહેશે. હરિયાણા સરકારે સરહાલ બોર્ડરથી ખિડકી દૌલા ટોલ પ્લાઝા સુધીના સ્થળના રૂટ પર ખાસ સજાવટ કરી છે. ગુરુગ્રામના ડેપ્યુટી કમિશનર નિશાંત યાદવે જણાવ્યું હતું કે, આ બેઠકમાં G20 સભ્ય દેશો ઉપરાંત શેરપા અને આમંત્રિત દેશોના અન્ય પ્રતિનિધિઓ પણ ભાગ લઈ રહ્યા છે.
