G20:આજે મુંબઈમાં મળશે ચોથી બેઠક, નાણાકીય અને ડિજિટલ મુદ્દા પર ચર્ચા કરાશે
Live TV
-
નાણાકિય સમાવેશી પર ચોથી જી-20 વૈશ્વીક ભાગીદારી બેઠક GPFI આજથી 16 સપ્ટેમ્બર સુધી મુંબઇમા યોજાશે.. આ બેઠકમા જી-20 સભ્યદેશો,, વિશેષ આમંત્રિત દેશો,, અને આંતરરાષ્ટ્રીય સંગઠનના 50થી વધુ પ્રતિનિધી ભાગ લેશે.
આ બેઠકમા ભારતની જી-20ની અધ્યક્ષતા હેઠળ ડિજીટલ નાણાકિય સમાવેશ અને MSMI નાણાના ક્ષેત્રમા નાણાકિય સમાવેશ એજન્ડા પર ચાલી રહેલા કામ પર ચર્ચા થશે.. આ બેઠક પહેલા સુક્ષ્મ, લધુ અને મધ્ય ઉદ્યોગ MSME ને સક્રિય કરવા માટે ડિજીટલ સાર્વજનીક માળખા અંગે એક ચર્ચા યોજાશે.. જેમા MSMEના ઝડપથી વધતા નાણાકિય સમાવેશમા ડીપીઆઇની ભૂમિકા પર ચર્ચા કરાશે.
ઉપરાંત વારાણસીમા જી-20 ચોથી સતત નાણા કાર્ય સમુહની બેઠકનો આજે બીજો અને અંતિમ દિવસ છે. આ બેઠકમા જી-20 સભ્યદેશો,, વિશેષ આમંત્રિત દેશો, અને આંતરરાષ્ટ્રીય સંગઠનના 80થી વધુ પ્રતિનિધી ભાગ લઇ રહ્યાં છે. તેઓ આંતરરાષ્ટ્રીય નાણા સંસ્થા,, સાર્વજનીક નાણા અને પ્રાત્સાહનથી જોડાયેલા મુદે થયેલી પ્રગતિની ચર્ચા કરશે.
