Skip to main content
Settings Settings for Dark

ICC મેન્સ T20 ટીમ ઓફ ધ યરના કેપ્ટન તરીકે રોહિત શર્માનો દબદબો

Live TV

X
  • ICC મેન્સ T20 ટીમ ઓફ ધ યરના કેપ્ટન તરીકે રોહિત શર્માની પસંદગી કરવામાં આવી. જ્યારે હાર્દિક પંડ્યા, બુમરાહ, અર્શદીપનો ટીમમાં સમાવેશ થયો. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતે ગયા વર્ષે બાર્બાડોસમાં T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. ત્યારબાદ તેણે આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ભારતીય ઝડપી બોલિંગ ત્રિપુટી પણ વિજેતા ટીમનો ભાગ હતી. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો હતો અને આ સિદ્ધિને ધ્યાનમાં રાખીને ICC દ્વારા આ સન્માન આપવામાં આવ્યું છે. આ વખતે ટીમ ઈન્ડિયાના 4 ખેલાડીઓ T20 ટીમ ઓફ ધ યરમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે. રોહિત શર્મા ઉપરાંત, આ ખેલાડીઓના નામમાં હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહનો સમાવેશ થાય છે

    રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે કુલ 62 T20 મેચ રમી હતી, જેમાંથી ભારતીય ટીમે રેકોર્ડ 49 મેચમાં જીત મેળવી હતી. જો કે, T20 વર્લ્ડ કપ 2024 જીત્યા બાદ રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય T20 ફોર્મેટને અલવિદા કહી દીધું છે.

    આ અનુભવી ઓપનરે પોતાની બેટિંગમાં નિપુણતા દર્શાવી 11 મેચમાં 42.00 ની પ્રભાવશાળી સરેરાશ અને 160 થી વધુના સ્ટ્રાઇક રેટથી 378 રન બનાવ્યા. રોહિતે T20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું, જેમાં તેણે ત્રણ અડધી સદી ફટકારી હતી. જેમાં સુપર આઠ તબક્કામાં ઓસ્ટ્રેલિયા સામેની વિસ્ફોટક 92 રનનો પણ સમાવેશ થાય છે. રોહિતના ચતુર નેતૃત્વએ દબાણની ક્ષણોમાંથી યુવા ભારતીય ટીમને માર્ગદર્શન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

    ભારતીય ઝડપી બોલર અર્શદીપ સિંહને ICC મેન્સ ટી20 ક્રિકેટર ઓફ ધ યર પસંદ કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે અર્શદીપ સિંહે T20 ફોર્મેટમાં અસાધારણ બોલિંગ કરી હતી. આ ફાસ્ટ બોલરે 18 T20 મેચમાં વિરોધી ટીમના 36 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. એટલું જ નહીં, ગયા વર્ષે તે સૌથી વધુ T20 વિકેટ લેનારા ભારતીય બોલરોની યાદીમાં ટોચ પર હતો. ખાસ કરીને T20 વર્લ્ડ કપ 2024માં અર્શદીપ સિંહે પોતાના પ્રદર્શનથી સૌને પ્રભાવિત કર્યા હતા. ભારતીય ટીમે ફાઇનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને ટાઇટલ જીત્યું હતું, જેમાં અર્શદીપ સિંહનો મહત્વનો ફાળો હતો.

    હાર્દિક પંડ્યા
    પંડ્યાએ 2024 માં શાનદાર પ્રદર્શન કરીને સૌથી ટૂંકા ફોર્મેટમાં શ્રેષ્ઠ ઓલરાઉન્ડર તરીકેનો પોતાનો દરજ્જો સ્થાપિત કર્યો. જેના કારણે તે ICC મેન્સ T20 ઓલરાઉન્ડર રેન્કિંગમાં ટોચ પર પહોંચ્યો. પંડ્યાનું યોગદાન 17 મેચમાં 352 રન બનાવવા અને 16 વિકેટ લીધી હતી. ભારત માટે 20 ઓવરના ફોર્મેટમાં વિશ્વ ચેમ્પિયન બનનારા સફળ વર્ષમાં મહત્વપૂર્ણ હતું.

    ICC T20 ટીમ ઓફ ધ યર
    રોહિત શર્મા (કેપ્ટન), ટ્રેવિસ હેડ, ફિલ સોલ્ટ, બાબર આઝમ, નિકોલસ પૂરન (વિકેટકીપર), સિકંદર રઝા, હાર્દિક પંડ્યા, રાશિદ ખાન, વાનિંદુ હસરંગા, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-02-2025 Max Temp : °C Min Temp : °C
apply