Skip to main content
Settings Settings for Dark

ICSE બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10 અને 12ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું

Live TV

X
  • ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એકઝામિનેશન એટલે કે, ICSE ના ધોરણ 10 અને ધોરણ 12ના પરિણામો ગઇકાલે જાહેર થયા છે. ધોરણ 10નું પરિણામ 98.94 ટકા જયારે ધોરણ 12નું પરિણામ 96.93 ટકા જાહેર થયું છે. બંને પરીક્ષાઓનાં પરિણામોમાં વિદ્યાર્થીઓની સરખામણીએ વિદ્યાર્થીનીઓ આગળ છે. ધોરણ-10માં પાસ થનાર વિદ્યાર્થીનીઓની ટકાવારી 99.21 ટકા જયારે વિદ્યાર્થીઓની ટકાવારી 98.71 ટકા રહી છે.  

    એવી જ રીતે ધોરણ 12માં પાસ થનાર વિદ્યાર્થીનીઓની ટકાવારી 98.01 ટકા જયારે વિદ્યાર્થીઓમાં આ ટકાવારી 95.96 ટકા છે. આ પરિણામો cisce.org અને results.cisce.org વેબસાઇટ પરથી જોઇ શકાશે. પરિણામને લગતી કોઇપણ માહીતી માટે helpdesk[at]cisce[dot]org અથવા ટેલિફોન નંબર 1800-203-2412 પર સંપર્ક કરી શકશે. Cisce એ જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓ પરિણામની પુનઃતપાસ માટે અરજી કરી શકે છે. આ માટે cisceની વેબસાઇટ પર પુનઃતપાસ પર ક્લિક કરવાનું રહેશે. પરિણામોની પુનઃતપાસ માટે 21 મે સુધી અરજી કરી શકાશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply