IFFIએ OTT પ્લેટફોર્મનુ લાઈનઅપ જાહેર કર્યુ, આ વખતે બાંગ્લાદેશ ફોકસ કંટ્રીના વિભાગમાં
Live TV
-
51મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવેલ 16 થી 24 જાન્યુઆરી સુધી ગોવામાં યોજાનાર છે. કોરોના મહામારીના કારણે IFFI પ્રથમ વખત હાઈબ્રીડ ફિલ્મ ફેસ્ટિવેલ યોજશે.
51મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવેલ (IFFI)એ પોતાના પ્રોગ્રામની વિગતો જાહેર કરી કરી જેમાં ઓનલાઈન પ્લેટફોર્મ પર રજૂ થનાર ફિલ્મો વિશેની માહિતી આપી હતી. 51મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવેલ 16 થી 24 જાન્યુઆરી સુધી ગોવામાં યોજાનાર છે. કોરોના મહામારીના કારણે IFFI પ્રથમ વખત હાઈબ્રીડ ફિલ્મ ફેસ્ટિવેલ યોજશે.
પ્રથમ વખત IFFI દ્વારા OTT પ્લેટફોર્મ પર ફિલ્મો બતાવવામાં આવશે. જેમાં સ્પેનિશ ફિલ્મમેકર પેડ્રો અ્લમોડવારની પૂર્વ પ્રભાવી ફિલ્મો જેવી કે લાઈવ ફ્લેશ, બેડ એજ્યુકેશન બતાવાશે. સાથે જ સ્વિડીશ ફિલ્મ ડિરેક્ટર રુબેન ઓસ્ટલુન્ડની ધ સ્ક્વેર અને ફોર્સ મજેઉર પણ બતાવાશે. ફેસ્ટિવેલમાં માસ્ટર ક્લાસ અને ઈન-કન્વરઝેશન સેશન પણ હશે.
આ વખતે બાંગ્લાદેશને "કંટ્રી ઈન ફોક્સ" વિભાગમાં રાકવામાં આવ્યો છે. આ વિભાગમાં ખાસ જે દેશોનો સમાવેશ થાય છે જે દેશની ફિલ્મો પોતાની ઉત્કૃષ્ઠ રજૂઆતોથી દેશના ફિલ્મક્ષેત્રે પોતાનુ યોગદાન આપ્યુ હોય. આ વર્ષે આ વિભાગમાં બાંગ્લાદેશની ચાર ફિલ્મો રજૂ કરવામાં આવશે.
