Skip to main content
Settings Settings for Dark

IIT દિલ્લીના મેઘાવી વિદ્યાર્થીઓને પ્રધાનમંત્રી મોદીના હસ્તે એનાયત કરાઈ ડિગ્રી

Live TV

X
  • પ્રધાનમંત્રી મોદીએ IIT દિલ્હીના 57મા દીક્ષાંત સમારોહમાં 'પરંમપ્રજ્ઞા' સુપર કમ્પ્યૂટિંગ સુવિધાનું કર્યું ઉદ્ઘાટન

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તાજેતરમાં IIT દિલ્હીના 57મા દીક્ષાંત સમારોહમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ભવ્ય સમારોહ દરમિયાન તેમણે અદ્યતન સુપર કમ્પ્યૂટિંગ સુવિધા 'પરંમપ્રજ્ઞા' નું લોકાર્પણ અને ઉદ્ઘાટન કર્યું હતું, જે દેશના ટેક્નોલોજી ક્ષેત્રે એક સીમાચિહ્ન સમાન છે.

    3000 થી વધુ વિદ્યાર્થીઓને સંબોધન

    આ દીક્ષાંત સમારોહમાં અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ તેમજ 587 પીએચડી વિદ્વાનો સહિત કુલ 3000 થી વધુ વિદ્યાર્થીઓ સામેલ થયા હતા. પદવીદાન સમારંભમાં પ્રધાનમંત્રીએ ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને સંબોધિત કરતા દેશના ઘડતરમાં યુવાશક્તિના મહત્વ પર ભાર મૂક્યો હતો.

    વિકસિત ભારતમાં યુવાઓની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ

    વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા PM મોદીએ જણાવ્યું હતું કે, "વિકસિત ભારતના નિર્માણમાં દેશના યુવાઓની ભૂમિકા સૌથી મહત્વની છે." તેમણે દરેક પેઢીના ઐતિહાસિક યોગદાનની વાત કરતા ઉમેર્યું કે, "આપણા દેશે ગુલામીનો સમય પણ જોયો છે, ત્યારે તે પેઢીનું એકમાત્ર ધ્યેય ભારતની આઝાદી મેળવવાનું હતું અને તેના માટે તેમણે લાંબો સંઘર્ષ કર્યો. આજના યુગમાં આપણા સામેના પડકારો અલગ છે, તેથી આપણી જવાબદારીઓ પણ અલગ છે."

    વિદ્યાર્થીઓને તેમના ભવિષ્યના લક્ષ્યો વિશે માર્ગદર્શન આપતા તેમણે જણાવ્યું કે, તમે સૌ તમારા જીવનના આગામી 30 થી 35 વર્ષોમાં જે પણ કાર્ય કરશો, તે ભારતને 'વિકસિત ભારત' બનાવવા તરફની આપણી સફરને સીધી રીતે અસર કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-08-2026 Max Temp : °C Min Temp : °C
apply