Skip to main content
Settings Settings for Dark

IIT મદ્રાસના 56માં દિક્ષાંત સમારોહમાં PMની હાજરી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આઈઆઈટી મદ્રાસના 56મા દિક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. આઈઆઈટી મદ્રાસ માટે આ વર્ષ એટલા માટે મહત્વપૂર્ણ છે કે આ વર્ષે સંસ્થાને શ્રેષ્ઠ સંસ્થાનો દરજ્જો પ્રાપ્ત થયેલ છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલયની NIRF રેન્કિંગમાં પણ આઈઆઈટી મદ્રાસ સતત ચાર વર્ષથી શ્રેષ્ઠ સ્થાને છે. મદ્રાસની યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી ભારત-સિંગાપુર સંયુક્ત હેકાથોનના સભ્યોને પણ સંબોધન કરશે. તેમજ વિવિધ સ્ટાર્ટઅપનું પણ નિરીક્ષણ કરશે.

    પ્રધાનમંત્રી આઈઆઈટી મદ્રાસ સ્થિત રિસર્ચ પાર્કની મુલાકાત લીધી હતી. અહીં ચાલી રહેલા અલગ-અલગ સ્ટાર્ટઅપનું નિરિક્ષણ કર્યું હતું. આઈઆઈટી મદ્રાસ રિસર્ચ પાર્ક પહેલું વિશ્વવિદ્યાલય આધારિત રિસર્ચ પાર્ક છે. જેની શરુઆત 2010માં થઈ હતી. આઈઆઈટી મદ્રાસ રિસર્ચ પાર્કમાં અત્યાર સુધીમાં 200થી વધારે સ્ટાર્ટઅપની પણ શરુઆત થઈ ચૂકી છે.

    દેશના સર્વશ્રેષ્ઠ એન્જિનિયરિંગ કોલેજોમાં સામેલ એવી આઈઆઈટી મદ્રાસે પોતાની સ્થાપનાના 60 વર્ષ પૂરા કરી લીધા છે. આઈઆઈટી મદ્રાસની સ્થાપના 1959માં થઈ હતી. આઈઆઈટી મદ્રાસમાં 28 અને 29 સપ્ટેમ્બરના રોજ આયોજીત થયેલા ભારત-સિંગાપુર સંયુક્ત હેકાથોનના સભ્યોને પણ સંબોધન કરશે. 36 કલાક ચાલેલી આ હેકાથોનમાં 20 ટીમોએ ભાગ લીધો હતો અને સ્વાસ્થ્ય, શિક્ષા તેમજ સ્વચ્છ ઉર્જા સાથે જોડાયેલી સમસ્યાઓનો ઉકેલ શોધવાની કોશિશ કરી હતી. પહેલો, બીજો, ત્રીજો અને ચોથું સ્થાન મેળવનાર ટીમોને ક્રમશઃ દસ હજાર, આઠ હજાર, છ હજાર અને ચાર હજાર ડોલરનું ઈનામ આપવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply