IndiaFightsCorona : ભારત વધુ પરીક્ષણ કરવાના પથ પર અગ્રેસર : સતત બીજા દિવસે 8 લાખથી વધુ પરીક્ષણ
Live TV
-
પ્રત્યેક દસ લાખની વસતીએ પરીક્ષણો (TPM) સતત વધારા સાથે 23,002ને પાર થયા, જયારે પોઝિટીવટી 8%ની સ્થિર સપાટીએ
આજની તારીખે સંચિત પરીક્ષણ 3,17,42,782 પર પહોંચી ગયા છે. પ્રત્યેક દસ લાખની વસતીએ પરીક્ષણો (TPM) પણ તીવ્ર વધારા સાથે 23,002 થયા છે.ફક્ત સઘન પરીક્ષણ દ્વારા જ પોઝિટીવ કેસ ઓળખી શકાય છે, તેમના સંપર્કો ટ્રેક કરવામાં આવે છે અને આઈસોલેશન કરવામાં આવે છે તેમજ તાત્કાલિક સારવાર સમયસર તબીબી દેખરેખ દ્વારા સુનિશ્ચિત કરી શકાય છે. ઉચ્ચ પરીક્ષણના સતત પ્રયાસના લીધે દેશમાં વધતા જતા સાજા થવાના દરમાં, સાજા થયેલા દર્દીઓ અને સક્રિય કેસો વચ્ચેનો અંતર વધારવામાં, અને ક્રમશ: મૃત્યુદરમાં ઘટાડો થવામાં પણ મુખ્ય ભૂમિકા નિભાવી છે.
ભારતે ક્રમિક અને વિકસતી વ્યૂહરચનાના માર્ગને અનુસરીને, જાહેર અને ખાનગી ક્ષેત્રમાં તેના દેશવ્યાપી લેબોરેટરીના નેટવર્કને સતત મજબૂત બનાવ્યું. જાન્યુઆરી 2020માં એક લેબોરેટરીથી શરૂ કરીને, આજે દેશમાં 1486 લેબોરેટરી છે; સરકારી ક્ષેત્રમાં 975 લેબોરેટરી અને ખાનગી ક્ષેત્રમાં 511 લેબોરેટરી કાર્યરત છે. આમાં સામેલ છે:
• રીઅલ-ટાઇમ RT PCR આધારિત પરીક્ષણની લેબ: 762 (સરકારી: 452 + ખાનગી: 310)
• TrueNat આધારિત પરીક્ષણની લેબ: 607 (સરકારી: 489 + ખાનગી: 118)
• CBNAAT આધારિત પરીક્ષણની લેબ: 117 (સરકારી: 34 + ખાનગી: 83)
કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહ સૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટેડ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.
કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery[dot]covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.
જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.
