Skip to main content
Settings Settings for Dark

IRCTCની ઉનાળુ ભેટ: 'ભારત ગૌરવ ટ્રેન' દ્વારા દક્ષિણ ભારત અને મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની યાત્રા, જાણો સંપૂર્ણ વિગત

Live TV

X
  • ભારતીય રેલ્વે અને IRCTC દ્વારા 'એક ભારત શ્રેષ્ઠ ભારત' અને 'દેખો અપના દેશ' અભિયાન અંતર્ગત ધાર્મિક પ્રવાસનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે.

    ઉનાળાની રજાઓને ધ્યાનમાં રાખીને IRCTC દ્વારા 'ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન' મારફતે દિવ્ય દક્ષિણ દર્શન યાત્રા સાથે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ પ્રવાસની જાહેરાત કરવામાં આવી છે.12 મે 2026 થી 22 મે 2026 (10 રાત્રિ / 11 દિવસ).રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી, વસઈ રોડ, કલ્યાણ, પુણે અને સોલાપુર.તિરુપતિ બાલાજી, રામેશ્વરમ જ્યોતિર્લિંગ (રામનાથસ્વામી મંદિર), મીનાક્ષી મંદિર (મદુરાઈ), કન્યાકુમારી અને મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ.મુસાફરોની સુવિધા માટે ટ્રેનમાં ભજન-કીર્તન અને માહિતી માટે ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ખાનગી સુરક્ષા ગાર્ડ અને CCTV કેમેરાની વ્યવસ્થા કરવામાં આવી છે. પેકેજમાં શુદ્ધ શાકાહારી ભોજન, બસ દ્વારા સ્થળોની મુલાકાત, હોટેલમાં રોકાણ અને અકસ્માત વીમા જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે.

    પેકેજ દર (વ્યક્તિ દીઠ):

    ઈકોનોમી ક્લાસ (સ્લીપર): ₹21,525/-

    સ્ટાન્ડર્ડ ક્લાસ (3AC): ₹39,105/-

    કમ્ફર્ટ ક્લાસ (2AC): ₹49,185/-

    આ પ્રવાસ માટે EMI અને LTC સુવિધા પણ ઉપલબ્ધ છે. વધુ માહિતી અને બુકિંગ માટે IRCTC ની સત્તાવાર વેબસાઇટ પર સંપર્ક કરી શકાય છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply