Skip to main content
Settings Settings for Dark

NCC શિસ્તબદ્ધ યુવાનોને તૈયાર કરે છેઃ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ

Live TV

X
  • ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે દિલ્હી કેન્ટમાં એનસીસી પ્રજાસત્તાક દિવસ શિબિરનું ઔપચારિક રીતે ઉદધાટન કર્યું હતું.. આ પ્રસંગે તેમણે સંબોધન કરતાં જણાવ્યું હતું કે NCC કેડેટ તરીકે  મારા પણ સંસ્મરણો જોડાયેલા છે. તેમણે ઉમેર્યું હતું કે NCC શિસ્તબદ્ધ યુવાનોને તૈયાર કરે છે. શિબિરમાં 28 રાજ્યો અને આઠ કેન્દ્ર શાસિત પ્રદેશોથી 710 વિદ્યાર્થિનીઓ સહિત કુલ બે હજાર 155 કેડેટ્સ ભાગ લઇ રહ્યાં છે. આ શિબિર એક મહિના સુધી ચાલશે. આ શિબિરનું સમાપન 28 જાન્યુઆરીના પ્રધાનમંત્રીની રેલી સાથે થશે. આ શિબિરમાં જમ્મુ-કાશ્મીરના 114, પૂર્વેત્તર ક્ષેત્રના 120 કેડેટ્સો ભાગ લઇ રહ્યાં છે. આ શિબિરનો ઉદેશ રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રજાસત્તાક દિવસની રન-અપમાં યોજાનાર મહત્વના આયોજનના માધ્યમથી દેશના સમૃધ્ધ સંસ્કૃતિ, પરંપરાને ઉજાગર કરવાનો છે. તેનો ઉદેશ કેડેટના વ્યક્તિત્વ કૌશલમાં વૃધ્ધિ કરવી,, અને તેની મુલ્ય પ્રણાલીને મજબુત બનાવવાનો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply