NEET સંબંધિત અરજીઓ પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો આજે આવશે
Live TV
-
NEET સંબંધિત અરજીઓ પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો આજે એટકે કે બીજી ઓગસ્ટે આવશે. 23 જુલાઈના રોજ, સુપ્રીમ કોર્ટે NEET ફરીથી કરાવવાનો ઇનકાર કરી દીધો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે આ અંગેનો વિગતવાર આદેશ આગામી દિવસોમાં આવશે. હવે બીજી ઓગસ્ટે સુપ્રીમ કોર્ટ આ અંગે પોતાનો ચુકાદો આપશે.
તમને જણાવી દઈએ કે કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI) એ ગુરુવારે કથિત NEET-UG પરીક્ષા પેપર લીક કેસમાં પ્રથમ ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં 13 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા.
ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે નીતિશ કુમાર, અમિત આનંદ, સિકંદર યાદવેન્દુ, આશુતોષ કુમાર-1, રોશન કુમાર, મનીષ પ્રકાશ, આશુતોષ કુમાર-2, અખિલેશ કુમાર, અવધેશ કુમાર, અનુરાગ યાદવ, અભિષેક કુમાર, શિવાનંદન કુમાર અને આયુષ રાજ પેપર લીક અને અન્ય ગેરરીતિઓમાં સામેલ હતા.
ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 120-B (ગુનાહિત કાવતરું), 201 (પુરાવાનો નાશ કરવો), 409 (ગુનાહિત વિશ્વાસનો ભંગ), 380 (ચોરી), 411 (બેઈમાનીથી ચોરીની મિલકત મેળવવી), 420 (છેતરપિંડી) તેની સામે 109 (ઉશ્કેરણી)ની કલમો લગાવવામાં આવી છે.
સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ આરોપીઓ સામે પુરાવા એકત્ર કરવા માટે ફોરેન્સિક ટેકનિક, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનિક, સીસીટીવી ફૂટેજ, ટાવર લોકેશનનો ઉપયોગ કર્યો હતો.
નોંધનીય છે કે NEET પેપર લીક કેસમાં અત્યાર સુધીમાં 40 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી 15ની બિહાર પોલીસે ધરપકડ કરી છે. આ કેસમાં 58 જગ્યાએ સર્ચ કરવામાં આવ્યું છે. ઘણા આરોપીઓ હજુ પણ પોલીસ કે ન્યાયિક કસ્ટડીમાં છે. હાલ તપાસ ચાલુ છે.
