Skip to main content
Settings Settings for Dark

NEET-UG 2026: NTA દ્વારા પુનઃપરીક્ષા માટે સિટી ઇન્ટિમેશન સ્લિપ જાહેર

Live TV

X
  • NEET-UG 2026: NTA દ્વારા પુનઃપરીક્ષા માટે સિટી ઇન્ટિમેશન સ્લિપ જાહેર

    નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા NEET-UG 2026 ની પુનઃપરીક્ષા માટે પરીક્ષા કેન્દ્રોની માહિતી સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરી દેવામાં આવી છે. NTA દ્વારા જારી કરાયેલ જાહેર સૂચના અનુસાર, આ પ્રતિષ્ઠિત મેડિકલ પ્રવેશ પરીક્ષા આગામી 21 જૂનના રોજ દેશ અને વિદેશના વિવિધ કેન્દ્રો પર આયોજિત કરવામાં આવશે.

    પરીક્ષાનું શિડ્યુલ અને મહત્વની વિગતો

    વિદ્યાર્થીઓ NTAની સત્તાવાર વેબસાઇટ પર જઈને પોતાના એપ્લિકેશન નંબર અને જન્મતારીખ દ્વારા પરીક્ષાના શહેરની વિગત ચેક કરી શકે છે. પરીક્ષા 21 જૂન  બપોરે 2:00 વાગ્યાથી સાંજે 5:15 વાગ્યા સુધી યોજાશે. અને પરીક્ષા મોડ ઓફલાઇન રહેશે.

    દેશ અને વિદેશમાં પરીક્ષા કેન્દ્રોનું આયોજન

    આ પુનઃપરીક્ષાને ખૂબ જ મોટા પાયે અને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે યોજવામાં આવી રહી છે. દેશના 551 શહેરોમાં પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. ભારતના પાડોશી દેશો સહિત વિદેશના 14 શહેરોમાં પણ આ પરીક્ષા એકસાથે લેવાશે.

    એજન્સીએ સ્પષ્ટ કર્યું છે કે હાલમાં જાહેર કરાયેલી વિગત માત્ર 'સિટી ઇન્ટિમેશન સ્લિપ' છે, જે વિદ્યાર્થીઓને મુસાફરીના આયોજન માટે મદદરૂપ થશે. પરીક્ષા માટેના વિગતવાર એડમિટ કાર્ડ આગામી 14 જૂન સુધીમાં જાહેર કરવામાં આવશે.

    શા માટે યોજાઈ રહી છે પુનઃપરીક્ષા?

    અગાઉ 3 મેના રોજ લેવાયેલી NEET-UG પરીક્ષા પેપર લીકના વિવાદ અને ગેરરીતિઓના આક્ષેપો બાદ રદ કરવામાં આવી હતી. આ મામલાની તપાસ CBIને સોંપાયા બાદ, શિક્ષણ મંત્રાલય અને NTA દ્વારા પારદર્શક રીતે ફરીથી પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ પરીક્ષા માટે વિદ્યાર્થીઓએ કોઈ નવું રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી, અગાઉ રજીસ્ટર્ડ તમામ ઉમેદવારો આ પરીક્ષામાં બેસી શકશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
apply