PM નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ઓમાનના સુલતાન હૈથમ બિન તારિક સાથે મુલાકાત કરી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ઓમાનના સુલતાન હૈથમ બિન તારિક સાથે વાતચીત કરી. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીએ હૈદરાબાદ હાઉસ ખાતે ઓમાનના સુલતાનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને દ્વિપક્ષીય ચર્ચા કરી હતી.એજન્ડામાં દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબુત બનાવવા અને બંને દેશો વચ્ચે ભાવિ સહયોગ માટેના માર્ગો નક્કી કરવાની રૂપરેખા ઘડવામાં આવી હતી.
ઓમાનના સુલતાન ગઈકાલે ત્રણ દિવસની સરકારી મુલાકાતે ભારત આવ્યા હતા. સુલતાનની સાથે વરિષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓ સહિત ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ છે.આજે સવારે રાષ્ટ્રપતિ ભવનમાં સુલતાનનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ દૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ ભવન ખાતે સુલતાનનું સ્વાગત કર્યું હતું. સુલતાન હૈથમ બિન તારિકની ભારતની આ પ્રથમ રાજ્ય મુલાકાત છે. તે ભારત અને ઓમાનની સલ્તનત વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ મુલાકાત ભારત અને ઓમાન વચ્ચે લાંબા સમયથી ચાલી આવતી મિત્રતા અને સહયોગને વધુ મજબૂત કરશે અને દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરશે.
તેમની મુલાકાત દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ મુર્મુને મળવાના છે. ઉપપ્રમુખ જગદીપ ધનખર પણ આજે સાંજે મહાનુભાવો સાથે મુલાકાત કરશે.
ભારત અને ઓમાન પરસ્પર વિશ્વાસ અને આદરના પાયા પર મિત્રતા અને સહકારનો અને સદીઓથી લોકો વચ્ચેના મજબૂત સંબંધોને નિભાવે છે. ભારત અને ઓમાન વ્યૂહાત્મક ભાગીદારો છે અને બંને રાષ્ટ્રો વચ્ચે દ્વિપક્ષીય વેપાર અને રોકાણ સંબંધો વર્ષોથી વિકસ્યા છે. આ મુલાકાત પ્રાદેશિક સ્થિરતા, પ્રગતિ અને સમૃદ્ધિ માટે ભારત અને ઓમાન વચ્ચે ભાવિ સહયોગ માટેના માર્ગો શોધવાની તક હશે.