Skip to main content
Settings Settings for Dark

PM મોદીએ એશિયન ગેમ્સમાં ઐતિહાસિક ગોલ્ડ બદલ નીરુ ધાંડાને અભિનંદન પાઠવ્યા

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સ 2026માં મહિલા ટ્રેપની વ્યક્તિગત સ્પર્ધામાં ઐતિહાસિક સુવર્ણ ચંદ્રક જીતનાર ભારતીય શૂટર નીરુ ધાંડાને અભિનંદન પાઠવ્યા છે.

    નીરુ ધાંડા એશિયન ગેમ્સમાં મહિલા ટ્રેપની વ્યક્તિગત સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની છે. તેમણે 28ના સ્કોર સાથે આ સિદ્ધિ મેળવી હતી. પ્રધાનમંત્રી મોદીએ નીરુ ધાંડાની ચોકસાઈ અને સંયમની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે તેમની ઐતિહાસિક સિદ્ધિથી દેશનું ગૌરવ વધ્યું છે અને આ સફળતા યુવા ખેલાડીઓને પ્રેરણા આપશે. પ્રધાનમંત્રી મોદીએ મહિલા ટ્રેપ ટીમ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતનાર મનીષા કીર, નીરુ ધાંડા અને આશિમા અહલાવતને પણ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ટીમના પ્રદર્શનને ચોકસાઈ, એકાગ્રતા અને ટીમવર્કનું પ્રશંસનીય ઉદાહરણ ગણાવ્યું હતું.

    નીરુ ધાંડાનો વ્યક્તિગત ગોલ્ડ અને મહિલા ટ્રેપ ટીમનો સિલ્વર મેડલ એશિયન ગેમ્સ 2026માં ભારતીય શૂટિંગના મહત્વપૂર્ણ પરિણામોમાં સામેલ છે. નીરુ ધાંડાએ વ્યક્તિગત ટ્રેપ સ્પર્ધામાં 28ના સ્કોર સાથે અગાઉનો એશિયન ગેમ્સ રેકોર્ડ પણ વટાવ્યો હતો.એશિયન ગેમ્સ 2026માં ભારતે અત્યાર સુધીમાં 6 ગોલ્ડ, 21 સિલ્વર અને 26 બ્રોન્ઝ સહિત કુલ 53 મેડલ જીત્યા છે અને મેડલ ટેલીમાં 10મું સ્થાન મેળવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-10-2026 Max Temp : °C Min Temp : °C
apply