PM મોદીએ સાંસદ તરીકે શપથ લીધા, 18મી લોકસભાના પ્રથમ સત્રનો પ્રારંભ
Live TV
-
18મી લોકસભાના પ્રથમ સત્રનો પ્રારંભ થયો છે. પ્રોટેમ સ્પીકર ભર્તુહરી મહતાબે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચૂંટાયેલા કેટલાક નવા સાંસદોને શપથ લેવડાવ્યા હતા.
18મી લોકસભાનું પહેલું સત્ર શરૂ થઇ ગયું છે. આજે અને કાલે નવા સાંસદો શપથ લેશે. આ પહેલાં ભાજપ સાંસદ ભર્તૃહરિ મહતાબને સવારે 10 વાગ્યે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પ્રોટેમ સ્પીકરનાં શપથ લેવડાવ્યા. આ દરમિયાન સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજ્જૂ રાષ્ટ્રપતિ ભવનમાં હાજર હતા.
રાષ્ટ્રપતિ 27 જૂને સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. ત્યારપછી રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા 28 જૂને શરૂ થશે. પ્રધાનમત્રી 2 અથવા 3 જુલાઈએ ચર્ચાનો જવાબ આપશે. આ સત્ર 24 જૂનથી 3 જુલાઈ સુધી ચાલશે અને 10 દિવસમાં કુલ 8 બેઠકો યોજાશે.
