Skip to main content
Settings Settings for Dark

PM મોદી આજે રાજસ્થાનના પ્રવાસે

Live TV

X
  • PM મોદી આજે રાજસ્થાનના પ્રવાસે: દેશની પ્રથમ ગ્રીનફિલ્ડ રિફાઇનરી સહિત 1.06 લાખ કરોડ રૂ.ના વિકાસ કાર્યોની આપશે ભેટ

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનની મુલાકાતે છે. આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી મરૂધરાની ધરતી પર વિકાસ કાર્યોનો મોટો વરસાદ કરવા જઈ રહ્યા છે. તેઓ રાજસ્થાનને કુલ રૂપિયા 1.06 લાખ કરોડની કિંમતની વિવિધ મહત્વાકાંક્ષી વિકાસ પરિયોજનાઓની ભેટ આપશે. આ યોજનાઓમાં પેટ્રોકેમિકલ્સ, શહેરી પરિવહન, રેલવે, સડક કનેક્ટિવિટી અને રિન્યુએબલ એનર્જી (નવીકરણીય ઉર્જા) જેવા મહત્વના ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

    દેશની પ્રથમ 'ગ્રીનફિલ્ડ ઇન્ટિગ્રેટેડ રિફાઇનરી'નું લોકાર્પણ

    આ પ્રવાસનું મુખ્ય આકર્ષણ બારમેરમાં બનેલી દેશની સર્વપ્રથમ ગ્રીનફિલ્ડ ઇન્ટિગ્રેટેડ રિફાઇનરી કમ પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ છે, જેનું પીએમ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ ભારતના ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા તરફ એક ઐતિહાસિક કદમ માનવામાં આવી રહ્યો છે.

    એવિએશન સેક્ટરને મોટી ભેટ: નવી 'ઉડાન' યોજના અને જોધપુર એરપોર્ટ

    પ્રધાનમંત્રીના હસ્તે આજે રાજસ્થાનના એવિએશન (હવાઈ પરિવહન) સેક્ટરને પણ મોટી નવી પાંખો મળવા જઈ રહી છે. સંશોધિત ઉડાન (UDAN) યોજનાનો પ્રારંભ: સામાન્ય નાગરિકો માટે હવાઈ સફર વધુ સસ્તી અને સરળ બનાવવા માટે સંશોધિત 'ઉડે દેશ કા આમ નાગરિક' (UDAN) યોજનાનો સત્તાવાર શુભારંભ કરાશે.

    જોધપુર એરપોર્ટનું નવું ટર્મિનલ: જોધપુરમાં પ્રવાસીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલા અત્યાધુનિક અને ભવ્ય નવા હવાઈ મથક ટર્મિનલનું ઉદ્ઘાટન પણ પીએમ મોદી કરશે.

    રોજગારીની તકોનો ખુલશે મોટો પિટારો

    આ તમામ યોજનાઓ માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત નહીં કરે, પરંતુ સ્થાનિક સ્તરે આર્થિક ક્રાંતિ લાવશે. 1.06 લાખ કરોડના આ મહાકાય રોકાણને કારણે રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારની લાખો નવી અને વિશાળ તકો ઊભી થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply