Skip to main content
Settings Settings for Dark

PM મોદી પર મલ્લિકાર્જૂન ખડગેનું વિવાદીત નિવેદન, ચૂંટણી પંચમાં ફરિયાદ કરાઈ

Live TV

X
  • ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય નિવેદનબાજીએ મર્યાદા વટાવી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તમિલનાડુમાં એક ચૂંટણી સભા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે 'આપત્તિજનક' શબ્દોનો પ્રયોગ કરતા મોટો વિવાદ ઊભો થયો છે. આ નિવેદન બાદ ભાજપ આક્રમક મૂડમાં છે અને કોંગ્રેસને ઘેરવા માટે મેદાનમાં ઉતરી ગયું છે.

    ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય નિવેદનબાજીએ મર્યાદા વટાવી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તમિલનાડુમાં એક ચૂંટણી સભા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે 'આપત્તિજનક' શબ્દોનો પ્રયોગ કરતા મોટો વિવાદ ઊભો થયો છે. આ નિવેદન બાદ ભાજપ આક્રમક મૂડમાં છે અને કોંગ્રેસને ઘેરવા માટે મેદાનમાં ઉતરી ગયું છે.

    શું છે સમગ્ર વિવાદ?
    તમિલનાડુમાં જનસભાને સંબોધતા મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી પર નિશાન સાધતી વખતે કથિત રીતે આપત્તિજનક શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ નિવેદન વાયરલ થતા જ ભાજપે તેને વડાપ્રધાન પદની ગરિમા અને દેશના લોકતંત્રનું અપમાન ગણાવ્યું છે.

    ભાજપ નેતાઓની આકરી પ્રતિક્રિયા
    અમિત શાહ (કેન્દ્રીય ગૃહ મંત્રી): તેમણે કહ્યું કે, "કોંગ્રેસ પોતાની તમામ હદો વટાવી ગઈ છે. વારંવાર વડાપ્રધાન પર વ્યક્તિગત હુમલા કરવા એ કોંગ્રેસની હતાશા દર્શાવે છે."

    પીયૂષ ગોયલ (કેન્દ્રીય મંત્રી): તેમણે આ નિવેદનને ૮ કરોડ તમિલ ભાઈ-બહેનોનું અપમાન ગણાવ્યું અને કહ્યું કે તમિલનાડુની જનતા આનો જડબાતોડ જવાબ આપશે.

    નીતિન નબીન (રાષ્ટ્રીય અધ્યક્ષ): તેમણે આને 'નીચલી કક્ષાની રાજનીતિની પરાકાષ્ઠા' ગણાવી છે.

    ચૂંટણી પંચમાં ફરિયાદ અને કાર્યવાહી
    ભાજપના નેતા કિરણ રિજિજૂએ સોશિયલ મીડિયા પર એક પત્ર શેર કરીને જાણકારી આપી છે કે ભાજપે આ મામલે ચૂંટણી પંચને તુરંત સંજ્ઞાન લેવા આગ્રહ કર્યો છે. આજે ભાજપનું એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ ચૂંટણી પંચ સાથે મુલાકાત કરશે અને ખડગે વિરુદ્ધ કડક કાયદાકીય અને આચારસંહિતા ભંગ હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
apply