PM મોદી પોતાનો વિદેશ પ્રવાસ પૂરો કરીને પરત ફર્યા, બજેટને લઈને આજે કરશે મહત્વની બેઠક
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઑસ્ટ્રિયા અને રશિયાની સફળ મુલાકાત બાદ ભારત પરત ફર્યા છે. PM મોદી આજે બજેટને લઈને મહત્વની બેઠક કરશે.
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયા અને ઑસ્ટ્રિયાની મુલાકાત લીધી હતી. પીએમ મોદી બે દેશોની મુલાકાત બાદ દિલ્હી પરત ફર્યા છે. બંને દેશોની મુલાકાત સફળ રહી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રશિયા તેમજ ઓસ્ટ્રીયાની સફળ યાત્રા કરીને આજે સ્વદેશ પરત ફર્યા છે. તેઓએ યાત્રાના પ્રથમ તબક્કામાં રશિયાની અને બીજા તબક્કામાં ઓસ્ટ્રીયાની મુલાકાત લીધી હતી. તેમણે આ મુલાકાતને ઉપયોગી અને ફળદાયી હોવાનું જણાવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના એક્સ મીડિયા પર જણાવ્યું હતું કે વિયેનામાં વિવિધ કાર્યક્રમોમાં સામેલ થવા બદલ તેમજ ઉષ્માભર્યા આવકાર બદલ હું રાષ્ટ્રપતિ તેમજ ચાન્સલેર સહિત તમામનો આભારી છું. વિયેનામાં ભારતીય સમુદાયને સંબોધિત કરતા તેમણે જણાવ્યું હતું કે, બંને દેશો ભલે દૂર હોય પણ લોકશાહી જેવી ઘણી સામ્યતાઓ બંને દેશને જોડી રાખે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્લીમાં આજે પ્રખ્યાત અર્થશાસ્ત્રીઓ સાથે સંવાદ કરશે. આ બેઠકમાં આગામી કેન્દ્રીય બજેટને સંલગ્ન ચર્ચા કરવામાં આવશે. આ ચર્ચામાં નીતી આયોગના અધ્યક્ષ સુમને બેરી તેમજ વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો પણ ઉપસ્થિત રહેશે. આગામી 22 જુલાઇએ સંસદનું બજેટ સત્ર શરૂ થશે અને 23 જુલાઈના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ વર્ષ 2024-25 માટેનું બજેટ રજૂ કરશે. એનડીએના ત્રીજા કાર્યકાળનું આ પ્રથમ બજેટ છે. લોકસભા ચૂંટણીને અનુલક્ષીને ફેબ્રુઆરીમાં વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.
