PM મોદી મણીપુરની મુલાકાતે જાય તેવી શક્યતા
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 13 સપ્ટેમ્બરે મિઝોરમ જઈ રહ્યા છે. તેઓ મિઝોરમમાં નવી બૈરાબી-સૈરાંગ રેલ્વેનું ઉદ્ઘાટન કરવાના છે. તેઓ મિઝોરમથી મણિપુર જઈ શકે છે.
મણિપુર પ્રવાસ અંગે કોઈ સત્તાવાર માહિતી નથી
મણિપુર પ્રવાસ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી, પરંતુ મિઝોરમ સરકારના ઘણા અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમને માહિતી મળી છે કે પીએમ મોદી આઈઝોલથી મણિપુર જઈ શકે છે. જો પીએમ મોદી મિઝોરમથી મણિપુર જાય છે, તો 2023માં રાજ્યમાં વંશીય હિંસા ફાટી નીકળ્યા પછી આ પીએમની મણિપુરની પહેલી મુલાકાત હશે. મે 2023 થી મણિપુરમાં મેઈતેઈ અને કુકી સમુદાયો વચ્ચે વંશીય હિંસામાં ઓછામાં ઓછા ૨૬૦ લોકો માર્યા ગયા છે અને હજારો લોકો બેઘર થયા છે.
રાજ્યની પ્રસ્તાવિત VVIP મુલાકાત
દરમિયાન, મણિપુરના મુખ્ય સચિવ પુનિત કુમાર ગોયલે મંગળવારે અધિકારીઓને જણાવ્યું હતું કે રાજ્યની પ્રસ્તાવિત VVIP મુલાકાત માટેની વ્યવસ્થાઓની સમીક્ષા કરવા માટે એક બેઠક યોજાઈ હતી. તેમણે કહ્યું કે VVIP ની પ્રસ્તાવિત મુલાકાત દરમિયાન, નવનિર્મિત સચિવાલય અને અન્ય પૂર્ણ થયેલા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન થઈ શકે છે.
