Skip to main content
Settings Settings for Dark

PM મોદી સાથે મુલાકાત કરીને મંત્રી અર્જુન મોઢવાડિયાએ આભાર વ્યક્ત કર્યો

Live TV

X
  • ગુજરાતના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક મંત્રી અર્જુન મોઢવાડિયાએ મંગળવારે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. પોરબંદર ખાતે અંદાજે 27,500 કરોડ રૂપિયાના રોકાણ સાથે મંજૂર થયેલા મેગા શિપબિલ્ડિંગ પ્રોજેક્ટ (જહાજ નિર્માણ પ્રોજેક્ટ) બદલ તેમણે કેન્દ્ર સરકાર અને પ્રધાનમંત્રીનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.

    ગુજરાતના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક મંત્રી અર્જુન મોઢવાડિયાએ મંગળવારે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. પોરબંદર ખાતે અંદાજે 27,500 કરોડ રૂપિયાના રોકાણ સાથે મંજૂર થયેલા મેગા શિપબિલ્ડિંગ પ્રોજેક્ટ (જહાજ નિર્માણ પ્રોજેક્ટ) બદલ તેમણે કેન્દ્ર સરકાર અને પ્રધાનમંત્રીનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.

    પરંપરાગત વસ્ત્રોથી સન્માન અને વિકાસ કાર્યોની ચર્ચા

    પ્રધાનમંત્રી સાથેની આ બેઠક દરમિયાન મંત્રી અર્જુન મોઢવાડિયાએ તેમને પરંપરાગત પાઘડી પહેરાવી અને શાલ ઓઢાડીને સન્માનિત કર્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે પોતાના મંત્રાલય દ્વારા કરવામાં આવી રહેલા કામોની વિગતો પીએમ મોદી સમક્ષ રજૂ કરી હતી. આ ઉપરાંત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા પોરબંદર જિલ્લામાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યો વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી અને જિલ્લાના ભવિષ્યના વિકાસ માટે વડાપ્રધાનનું માર્ગદર્શન મેળવ્યું હતું.

    2 હજાર એકરમાં બનશે ગ્રીનફિલ્ડ શિપબિલ્ડિંગ ક્લસ્ટર

    ભારતના મેટાઇમ મેન્યુફેક્ચરિંગ સેક્ટરને મજબૂત કરવાના કેન્દ્ર સરકારના વ્યાપક પ્રયાસોના ભાગરૂપે આ પ્રસ્તાવિત શિપબિલ્ડિંગ યાર્ડ બનાવવામાં આવી રહ્યું છે.

    • ગત મહિને જ 'પોર્ટ્સ, શિપિંગ એન્ડ વોટરવેઝ મંત્રાલય' દ્વારા 'શિપબિલ્ડિંગ ડેવલપમેન્ટ સ્કીમ' (SbDS) હેઠળ પોરબંદર જિલ્લામાં ગ્રીનફિલ્ડ શિપબિલ્ડિંગ ક્લસ્ટર માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી.

    • આ પ્રોજેક્ટ મંત્રાલય અને ગુજરાત મેરિટાઈમ બોર્ડ દ્વારા પ્રમોટ કરાયેલ સ્પેશિયલ પર્પઝ વ્હીકલ 'નેશનલ શિપબિલ્ડિંગ એન્ડ હેવી ઇન્ડસ્ટ્રીઝ પાર્ક-ગુજરાત' (NSHIP-Gujarat) દ્વારા વિકસાવવામાં આવશે.

    • પોરબંદર જિલ્લાના કુછડી ગામ ખાતે લગભગ ૨,૦૦૦ એકર વિસ્તારમાં આ ક્લસ્ટરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આધુનિક શિપયાર્ડ, સહાયક ઉત્પાદન એકમો, લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સુવિધાઓ અને કૌશલ્ય વિકાસ કેન્દ્રોનો સમાવેશ થશે.

    'અમૃત કાલ વિઝન 2047' ને મળશે વેગ

    આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતની જહાજ નિર્માણ ક્ષમતાને વધારવાનો અને દેશની મેરિટાઇમ "અમૃત કાલ વિઝન 2047" ને સમર્થન આપવાનો છે, જેથી ઘરેલું સ્તરે જહાજ નિર્માણ અને જહાજ રિપેરિંગની ક્ષમતાઓને વિસ્તૃત કરી શકાય. લાંબી દરિયાકિનારાની રેખા અને પોર્ટ-આધારિતૌદ્યોગિક વિકાસ માટેની શ્રેણીબદ્ધ પહેલોના કારણે ગુજરાત દેશના મેરિટાઇમ ક્ષેત્રમાં પોતાની અગ્રણી ભૂમિકા સતત મજબૂત કરી રહ્યું છે, અને આ નવો પ્રોજેક્ટ તેમાં એક નવો માઈલસ્ટોન સાબિત થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-08-2026 Max Temp : °C Min Temp : °C
apply