RBIએ સોશિયલ મીડિયા પર પ્રસારિત ગવર્નર દાસના નકલી વીડિયો સામે ચેતવણી આપી
Live TV
-
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગવર્નર શક્તિકાંત દાસના સોશિયલ મીડિયા પર ફરતા નાણાકીય સલાહ આપતા નકલી 'ડીપફેક' વીડિયો સામે લોકોને ચેતવણી આપી છે. આ વીડિયોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે,’ સેન્ટ્રલ બેંકે કેટલીક રોકાણ યોજનાઓ શરૂ કરી છે અથવા તેને સમર્થન આપ્યું છે.’
મંગળવારે 'એક્સ' પોસ્ટ પર જારી કરાયેલા એક નિવેદનમાં,”આરબીઆઈએ લોકોને નાણાકીય સલાહ આપતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ફરતા 'ડીપફેક' વીડિયો વિશે સતર્ક રહેવા જણાવ્યું છે.” નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે,” રિઝર્વ બેંકના ધ્યાન પર આવ્યું છે કે, ગવર્નરના નકલી વીડિયો સોશિયલ મીડિયા પર સર્ક્યુલેટ કરવામાં આવી રહ્યા છે.જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આવી 'ડીપફેક'ને લઈને આરબીઆઈ દ્વારા કેટલીક રોકાણ યોજનાઓ શરૂ કરવામાં આવી છે અથવા તેને સમર્થન આપવામાં આવ્યું છે.” મીડિયા પ્લેટફોર્મ પર સર્ક્યુલેટ થયેલા વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે,” વીડિયોમાં ટેક્નિકલ ટૂલ્સનો ઉપયોગ કરીને લોકોને તેમના પૈસા આવી સ્કીમમાં રોકાણ કરવાની સલાહ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.” નિવેદન અનુસાર, આરબીઆઈ સ્પષ્ટ કરે છે કે,” તેના અધિકારીઓ આવી કોઈપણ પ્રવૃત્તિઓમાં સામેલ નથી અથવા તેને સમર્થન નથી અને આ વીડિયો સંપૂર્ણપણે નકલી છે. રિઝર્વ બેંક ક્યારેય નાણાકીય રોકાણની સલાહ આપતી નથી.”