Skip to main content
Settings Settings for Dark

UGCએ ઓનલાઈન શિક્ષણ પ્રસાર માટે એક સમિતિની રચના કરી

Live TV

X
  • યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને દેશવ્યાપી લોકડાઉન દરમિયાન ઓનલાઈન શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે એક સમિતિની રચના કરી છે.

    યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના અધ્યક્ષ ડી.પી.સિંહે જણાવ્યું હતું કે વર્તમાન સંજોગોમાં પરીક્ષાઓ અને અધ્યાપન સત્રોની સમીક્ષા માટે એક સમિતિની પણ રચના કરવામાં આવી છે. તેમણે કહ્યું કે લોકડાઉન થવાના કિસ્સામાં નિર્ધારિત અભ્યાસક્રમ કેવી રીતે પૂર્ણ કરવો અને પરીક્ષાની કઈ પદ્ધતિ અપનાવવી જોઇએ તે અંગે વિચાર કરવો જરૂરી છે.ડી.પી.સિંહે કહ્યું કે સમિતિની ભલામણોના આધારે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન માનવ સંસાધન વિકાસ મંત્રાલયની સલાહ સાથે યુનિવર્સિટીઓ માટે માર્ગદર્શિકા જાહેર કરશે. સમિતિની ભલામણો આવતા અઠવાડિયે રજૂ કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply