Skip to main content
Settings Settings for Dark

UPSCનું ફાઈનલ રિઝલ્ટ જાહેર, ગુજરાતના ત્રણ ઉમેદવારો ટોપ-30માં

Live TV

X
  • યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ  આજે મંગળવારે સિવિલ સર્વિસિઝ એક્ઝામિશન (CSE)ના ફાઈનલ રિઝલ્ટ જાહેર કર્યા છે. જેમાં દેશભરમાંથી શક્તિ દુબે ટોપર રહી છે. આ પરીક્ષામાં કુલ 1009 ઉમેદવારોએ ભાગ લીધો હતો. જેમાં માત્ર 241 ઉમેદવારો જ ઉતીર્ણ થયા છે. બીજા ક્રમે હર્ષિતા ગોયલ છે. UPSCની પરીક્ષામાં ગુજરાતના ત્રણ ઉમેદવારો ટોપ-30માં સામેલ છે.

    UPSCએ સપ્ટેમ્બર, 2024માં લેખિત પરીક્ષા લીધા બાદ જાન્યુઆરીથી એપ્રિલ, 2025માં ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતાં. પસંદગી પામેલા ઉમેદવારો લાલ બહાદુર શાસ્ત્રી IAS માટે નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશન, IPS માટે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી (SVPNPA), અને અન્ય સંબંધિત સેવાઓ માટે ખાસ એકેડમીમાં તાલીમ લેશે. 

    UPSC 2025ના ટોપ 10 રેન્કર્સમાં શક્તિ દુબે, હર્ષિતા ગોયલ, ડોંગરે અર્ચિત, શાહ માર્ગી, આકાશ ગર્ગ, કોમલ પુનિયા, આયુષી બંસલ, રાજ કૃષ્ણા જ્હાં, આદિત્ય વિક્રમ અગ્રવાલ અને મયંક ત્રિપાઠી છે. જેમાં ટોપ-5માં બે ગુજરાતી મહિલા ઉમેદવારે બાજી મારી છે. જ્યારે ટોપ-30માં ગુજરાતના ત્રણ ઉમેદવારો છે. યુપીએસસીની પરીક્ષામાં ટોપર રહેનાર શક્તિ દુબેએ 2018થી પરીક્ષાની તૈયારી કરી હતી. બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં બાયોકેમિસ્ટ્રીના અભ્યાસ બાદ તેણે UPSCની તૈયારીઓ શરૂ કરી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2025 Max Temp : °C Min Temp : °C
apply